Heavy rain forecast : ગુજરાતમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલ આગાહી બાદ સૌરાષ્ટ્ર અને કચ્છ ના વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. રાજકોટના ગ્રામ્ય વિસ્તારો અમરેલી અને ગીર સોમનાથ તેમજ કચ્છ જિલ્લાના અંજાર, ભુજ અને ભચાઉમાં ભારે પવન સાથે માવઠું થયું હતું. આ કમોસમી વરસાદના કારણે ખેડુતોની ચિંતામાં વધારો થયો છે. જોકે હવામાન વિભાગે આજે પણ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.
આજે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે 14 એપ્રિલના રોજ ત્રણ જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા છે. જેમાં બનાસકાંઠા,સાબરકાંઠા અને કચ્છમાં છુટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : આજથી 4 દિવસ ગુજરાતને ધમરોળશે વરસાદ! આ વિસ્તારોમાં પરેશ ગોસ્વામીની આગાહી
આગામી દિવસમાં કેવું રહેશે વાતાવરણ?
આગામી સમયમાં બે દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. બે દિવસ બાદ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. ગઈકાલે અમદાવાદમાં 38 ડિગ્રી અને ગાંધીનગરમાં પણ 38 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધવામાં આવ્યું હતું. બંને શહેરોમાં 39 ડિગ્રી તાપમાન જવાને શક્યતા છે.
આ પણ વાચો : આવતીકાલે આ 7 જિલ્લામાં આગાહી? જાણો હવામાન વિભાગની શું કરી આગાહી
દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો, ત્રણ દિવસ ડિસ્કાઉન્ટ સિચ્યુએશનને સ્થિતી નું નિર્માણ થશે. રાજ્યના લઘુતમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી નો વધારો જોવા મળશે.
ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદ નોંધાયો
Heavy rain forecast : ગઈકાલે ગોંડલ, અમરેલી તથા કચ્છ પંથકમાં વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ સાથે ઘાટા વાદળો છવાયા હતા. આ સાથે ધારી ગીરના પાતળા, તરસિંગડા, ગઢીયા તથા ખાંભાના ભાણીયા, ધાવડિયા ગામે માવઠાના ઝાપટા જોવા મળ્યા હતા.
આ પણ વાચો : અંબાલાલ પટેલ દ્વારા ટીટોડીના ઈંડા પરથી ચોમાસાનો વરતારો, 4 મહિના ટનાટન ચોમાસુ
જ્યારે ગોંડલમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. કોટડાસાંગાણી તાલુકામાં પણ ગઈકાલે મોડી સાંજે હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ખરેડા, રાજગઢ, માણેકવાડા સહિત વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
ગઈકાલે ગોંડલ, અમરેલી તથા કચ્છ પંથકમાં વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ સાથે ઘાટા વાદળો છવાયા હતા. આ સાથે ધારી ગીરના પાતળા, તરસિંગડા, ગઢીયા તથા ખાંભાના ભાણીયા, ધાવડિયા ગામે માવઠાના ઝાપટા જોવા મળ્યા હતા.