Ambalal Patel Forecast: આંધી-વંટોળની અંબાલાલ પટેલની આગાહી

24 એપ્રિલ પછી ફરી વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. આ સમયગાળામાં ગરમી વધશે. મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 43 થી 44 ડિગ્રી મહત્તમ તાપમાન પહોંચી જવાની શક્યતા છે.

ઉત્તર ગુજરાતના ભાગોમાં 42 ડિગ્રી, સૌરાષ્ટ્રના ભાગોમાં 41 ડિગ્રી, કચ્છના ભાગોમાં ગરમી અને પવન જોવા મળી શકે છે.

22 એપ્રિલ સુધીના વેસ્ટન ડિસ્ટર્બન્સ ના કારણે ઘણા વિસ્તારમાં વાદળો જોવા મળશે.

28 અને 29 એપ્રિલથી ફરીવાર ગરમીમાં વધારો થશે. મે મહિનાની શરૂઆતમાં પ્રિમોન્સુન એક્ટિવિટી દેશના ઘણા ભાગોમાં થવાની શક્યતા છે.

10 થી 12 મે દરમિયાન આંધી વંટોળ સાથે પ્રમોશન એક્ટિવિટી થવાની શક્યતા છે.

પૂર્વ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 10 મે પછી પ્રિ મોનસુન એક્ટિવિટી થવાની શક્યતા છે.