હવે સેવિંગ એકાઉન્ટ પ્રો પ્લસ, YES રિસ્પેક્ટ એસએમાં મિનિમમ બેલેન્સ 25 હજાર રૂપિયા હશે. આ એકાઉન્ટ માટે ચાર્જની મહત્તમ મર્યાદા 750 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
હવે ડેબિટ કાર્ડ માટે ગ્રાહકોએ શહેરી વિસ્તારોમાં 200 રૂપિયા અને ગ્રામીણ વિસ્તારોમાં 99 રૂપિયાની વાર્ષિક ફી ચૂકવવી પડશે. બેંકની 25 પાનાની ચેકબુક માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.