હવામાન  નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજયમાં આંધી-વંટોળ સાથે વરસાદ અંગેની નવી આગાહી   જાહેર કરવામાં  છે.

O

મે   મહિનામાં ગુજરાતના કેટલાક ભાગમાં 45 ડિગ્રી સુધી તાપમાન જવાની શકયતા, 28, 29 તારીખમાં વડોદરા અને   આણંદમાં 43 થી 44 ડિગ્રી સુધી તાપમાન   પહોચશે.

ગુજરાતના હવામાનની આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું કે, 26 થી 28 એપ્રિલ રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની શકયતા છે.

અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, 28 અને 29 એપ્રિલ દરમિયાન વડોદરા અને આણંદમાં 43 થી 44 ડિગ્રી તાપમાન પહોચી શકે છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાનમાં વધારો જોવા મળશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન જવાની શકયતા છે.

મે મહિનાની શરૂઆતમાં દેશના ઘણા ભાગોમાં પ્રી-મોનસૂન એક્ટિવિટીની શકયતા છે. 10 થી 14 મે દરમિયાન આંધી-વંટોળ સાથે કેટલાક ભાગોમાં વરસાદની શકયતા છે.

હાલ જયારે રાજ્યમાં ભારે ગરમી પડી રહી છે, ત્યારે મે મહિનામાં ગુજરાતમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી જવાની શકયતા છે.

અંબાલાલ પટેલની આગાહી અનુસાર અરબ સાગરમાં 8 જૂનની આસપાસ સમુદ્રમાં હલચલ જોવા મળી શકે છે. વઘુે આગાહી જાણવા અમારા ગ્રુપમાં જોડાઓ...