120 કિમીની ઝડપે રેમલ વાવાઝોડું ત્રાટક્યું, મૂશળધાર વરસાદ સાથે તબાહી

WhatsApp Group Join Now

Cyclone Ramal : અત્યારે દેશમાં ચોમાસાના આગમનની તૈયારીઓ છે. ત્યારે પશ્ચિમ બંગાળમાં કાલે મોડી રાતે રેમલ ચક્રવાત ત્રાટક્યું હતું. આ વર્ષે દેશના પૂર્વીય રાજ્યો પર ત્રાટકેલું આ પહેલું (રેમલ) વાવાઝોડું છે. આ ચક્રવાતના કારણે બંગાળમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સરકારે અગાઉથી જ તૈયારીઓ કરી લેતાં 1.10 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે.

Paresh Goswami

વાવાઝોડું 130 કિમીની ઝડપે ત્રાટક્યું!

પશ્ચિમ બંગાળના દરિયા કાંઠે લેન્ડફોલ થયા પછી ચક્રવાતી પવનની ગતિ  130 કિમી જેટલી નોંધાઇ હતી. જોકે, હવામાન વિભાગનું કહેવું છે કે રેમલ ચક્રવાત અગાઉ ત્રાટકેલા સુપર ચક્રવાત એમ્ફાન જેટલું ગંભીર નહીં હોય.

આ પણ વાચો : આગામી 6 કલાકમાં ત્રાટકશે વાવાઝોડું? ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓએ કહ્યું કે, રવિવારે બપોરથી લગભગ 21 કલાક માટે કલકત્તા એરપોર્ટ પર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સહિત 394થી વધુ ફ્લાઈટ્સનું આવાગમન રદ કરવામાં આવ્યું હતું. વધુમાં પૂર્વીય અને દક્ષિણ પૂર્વીય રેલવેએ પણ કેટલીક ટ્રેનો રદ કરી છે. ચક્રવાતના આગમન પહેલાં જ સરકારે માર્ગ પરિવહન પણ બંધ કરી દેવામાં આવ્યું હતું.

સરકાર પણ સહાય પુરીપાડી હતી

Cyclone Ramal : પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા, સુંદરવન અને કાકદ્વીપ વિસ્તારોમાંથી 1.10 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. વધુમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં અંદાજે 5.40 લાખ તાડપત્રીઓનું રાજ્ય સરકાર દ્વારા વિતરણ કરવામાં આવ્યું છે. આ સિવાય અસરગ્રસ્ત જિલ્લાઓમાં કોરું રાશન, દૂધનો પાવડર અને પીવાના પાણીના પાઉચનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સચિવાલયમાં કેન્દ્રીકૃત એકમ સ્થાપિત કરાઈ છે, જે વાવાઝોડા રેમલની સ્થિતિ પર નજર રાખી રહી છે.

આ પણ વાચો : 27 થી 31 તારીખમાં ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

તોફાનની અસરથી દરિયા કિનારાના વિસ્તારો સહિત કોલકાતામાં પણ ભારે વરસાદ પડ્યો છે. અતિભારે વરસાદની આશંકાએ સરકારે દરિયા કિનારાના વિસ્તારો દીધા, શંકરપુર અને તાજપુરમાં પ્રવાસીઓને હોટેલો ખાલી કરવા અને સમુદ્રમાં ના જવા સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગના સૂત્રો મુજબ વાવાઝોડાના કારણે પવન પ્રતિ કલાક 120ની ગતિએ ફુંકાયો હતો. લેન્ડફોલ પછી પવનની ગતિ 135 કિમી સુધી પહોંચી શકે છે. પશ્ચિમ બંગાળમાં લેન્ડફોલ પછી ચક્રવાત પૂર્વોત્તરના રાજ્યો તરફ આગળ વધી રહ્યું છે, જેના પગલે અસમથી લઈને ત્રિપુરામાં ભારે વરસાદની શક્યતા છે. કોલકાતાના મેયર ફિરહાદ હકીમે ચક્રવાત તોફાનનો સામનો કરવાની તૈયારીઓનું મૂલ્યાંકન કર્યું હતું.

Cyclone Ramal

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment