2 cyclone forecast : હાલ તો વિવિધ આગાહીકારો અનુસાર ગુજરાતમાં 15મી જૂનની આસપાસ ચોમાસું બેસવાની શક્યતા દર્શાવી રહ્યા છે. ત્યારે તે પહેલા અરબ સાગર અને બંગાળની ખાડીમાં બે વાવાઝોડા સક્રિય થવાની આગાહી કરવામાં આવી રહી છે. GFS મોડલ અનુસાર, બંગાળની ખાડીમાં 24 અને 25 મેની આસપાસ એક વાવાઝોડું સક્રિય થઈ શકે છે. જ્યારે અરબ સાગરમાં 10 જૂનની આસપાસ અન્ય વાવાઝોડું સક્રિય થવાની શક્યતા છે.
2 વાવાઝોડા ત્રાટકશે!
સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું 15મી જૂનની આસપાસ આગમન થતું હોય છે. જોકે, તે પહેલા 15 દિવસમાં બે વાવાઝોડા ત્રાટકવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. 25 મે સુધીમાં બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થવાની શક્યતા છે. જેની સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળ પર જોવા મળી શકે છે. જે હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો આ વાવાઝોડું ફંટાય તો બાંગ્લાદેશ, ઓડિશા, મ્યાનમાર, આંધ્રપ્રદેશ પર પણ અસર કરી શકે છે.
આ પણ વાચો : કિશોરભાઈ ભાડજા : મેઘરાજાની તોફાની બેટિંગ, વાવણી ની તારીખ, સાર્વત્રિક વરસાદની આગાહી
25 મેના રોજ બનશે વાવાઝોડું!
2 cyclone forecast : એક અનુમાન અનુસાર, 25 મેના રોજ બંગાળની ખાડીમાં જે વાવાઝોડું સક્રિય થશે તેની અસર ગુજરાત પર પણ જોવા મળી શકે છે. આ વાવાઝોડા દરિયામાં થતી હલચલને લીધે ગુજરાત તરફ પણ ભેજવાળા પવનો આવશે અને સાથે સાથે આંધી વંટોળ પણ આવવાની શક્યતા છે. ભેજવાળા પવનોને કારણે રાજ્યમાં ફરીથી કમોસમી વરસાદ થવાની શક્યતા છે.
આ પણ વાચો : મીની વાવાઝોડાના એંધાણ, આજે આ વિસ્તારોને મેઘો ઘમરોળશે
બીજું વાવાઝોડું ક્યારે આવશે?
બીજા વાવાઝોડાની વાત કરવામાં આવે તો, આ વાવાઝોડું અરબ સાગરમાં 10 જૂનના રોજ સક્રિય થવાની સંભાવના છે. સામાન્ય રીતે અરબ સાગરમાં આવતા વાવાઝોડાની સીધી અસર ગુજરાતના વિસ્તારોમાં થતી હોય છે. આ પહેલા પણ આપણે અરબ સાગરમાં બનેલા અનેક વાવાઝોડાની અસર ગુજરાતના વિસ્તારોમાં જોઇ છે. બીપોરજોય વાવાઝોડાએ ગુજરાતમાં મોટી તારાજી સર્જી હતી.
આ પણ વાચો : આજે 3 જિલ્લાઓમાં તીવ્ર વરસાદની ચેતવણી
ગુજરાતમાં ચોમાસું બેસે તે પહેલા જ 10 જૂનના રોજ અરબસાગરમાં બની રહેલા આ વાવાઝોડાની સીધી અસર ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં વધુ જોવા મળે તેવી શક્યતા છે. આ સાથે જો આ વાવાઝોડું ઓમાન તરફ ફંટાય તો પણ તેની અસર ગુજરાતમાં તો જોવા મળે તેવી શક્યતા છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
વાવાઝોડું અરબ સાગરમાં 10 જૂનના રોજ સક્રિય થવાની સંભાવના છે.