heavy Rain forecast : ગુજરાતમાં આજ સવાર થી હવામાનમાં પલટો જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો હતો. ત્યારે આજે હવામાન વિભાગે વરસાદની આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગે 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. તો આપણે જોઇએ કે, ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.
24 કલાક વરસાદની આગાહી
રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયુ છે. આ સાથે ભેજનું પ્રમાણ વધતા ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જોકે, 24 કલાક બાદ વાતાવરણ ફરીથી સુકૂં રહેવાનું શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.
આ પણ વાચો : Weather Forecast: આજથી હવામાનમાં જોરદાર પલટો, આ વિસ્તારો માટે વરસાદ, આંધી-તોફાનનું એલર્ટ અપાયું
ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની શક્યતા?
હવામાન વિભાગે જાહેર કરેલ આગાહી અનુસાર, 24 કલાકમાં બનાસકાંઠા, અરવલ્લી, ખેડા, દાહોદ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, મહીસાગર, વડોદરા, ડાંગ, તાપી, નવસારી, છોટાઉદેપુર, નર્મદા, સુરત, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયો વરસાદ થવાની શક્યતા છે. આ સાથે કચ્છ, જામનગર અને દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી જાહેર કરાઈ છે.
આ પણ વાચો : બે દિવસ બાદ પરેશ ગોસ્વામીની તાપમાન ફરી બદલાવાની આગાહી
અંબાલાલ પટેલની આગાહી
heavy Rain forecast : તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે તેમાં જણાવ્યું છે કે, 26મી એપ્રિલથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ છે. આ પછી તારીખ 27 અને 28 દરમિયાન વાદળવાયું આવવાની આગાહી કરી છે. આ સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશ તથા પૂર્વ ભારતમાં કેટલાક ભાગોમાં પ્રીમોન્સુન એક્ટિવિટી થવાની શક્યતા છે.
આ પણ વાચો : અંબાલાલ પટેલની આંધી-વંટોળની નવી આગાહી, મે મહિનામાં કેવા ફેરફારો આવશે?
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ કે, નજીકના સમયમાં અરબ અને બંગાળના સાગરનો ભેજ એકત્રિત થશે, આવામાં 28 અને 29 એપ્રિલ દરમિયાન ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે. જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં 43થી 44 ડિગ્રી મહત્તમ તાપમાન જાય તેવી શક્યતા છે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન ઊંચું જવાની આગાહી કરી છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં તથા ઉત્તર ગુજરાતમાં 41 ડિગ્રી મહત્તમ ઉષ્ણતામાન રહેવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
24 કલાકમાં બનાસકાંઠા, અરવલ્લી, ખેડા, દાહોદ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, મહીસાગર, વડોદરા, ડાંગ, તાપી, નવસારી, છોટાઉદેપુર, નર્મદા, સુરત, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયો વરસાદ થવાની શક્યતા છે.