ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની 3-3 હવામાન નિષ્ણાતની આગાહી

WhatsApp Group Join Now

rain in Gujarat : હાલ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યના 10 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયો છે. બીજી બાજુ, રાજ્યના 4 જિલ્લામાં હીટવેવની આગાહી કરાઈ છે. જોકે, શેકાતા હવામાન વચ્ચે હવામાન નિષ્ણાતો દ્વારા વાતાવરણમાં પલટાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને અથ્રેયા શેટ્ટી દ્વારા મે મહિનાના પહેલા અઠવાડિયામાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીના અનુમાન – rain in Gujarat

હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીના અનુમાન મુજબ, ગુજરાતમાં માવઠાની શક્યતા છે. શુક્રવારથી રાજ્યમાં માવઠાની શક્યતા છે. 2 અને 3 મેએ ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી છે. 3 મે બાદ આખા રાજ્યમાં છૂટાછવાયો વરસાદ પડી શકે છે. ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ થવાની પણ સંભાવના છે.

આ પણ વાચો : આગામી 30 તારીખથી ભારે આગાહી, જાણો ક્યાં-ક્યાં આંધી-વંટોળ સાથે પ્રિમોનસૂનનો વરસાદ થશે

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી – rain in Gujarat

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડવાની શક્યતા છે. ઊંચા તાપમાનને કારણે અમુક વિસ્તારોમાં લોકલ સિસ્ટમ સર્જાઈ શકે છે. ગુજરાતમાં કોઈક કોઈક વિસ્તારમાં અતિ ગરમીને કારણે આ વિસ્તારોમાં લો પ્રેશર બને અને અચાનક બપોર પછી વાદળ બંધાય અને ઝાપટાં પડી પડવાની પણ શક્યતા છે.

આ પણ વાચો : આગામી 7 દિવસ સાવધાન, આ તારીખોમાં આંધી-વંટોળ સાથે વરસાદની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 30 એપ્રિલથી 8 મે વચ્ચે આંધી-વંટોળ સાથે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની સંભાવના રહેશે. તે બાદ પણ આ ગતિવિધિ ચાલુ રહી શકે છે. ગુજરાતમાં પણ 8 મે આસપાસ કેટલાક ભાગોમાં પવનના તોફાન સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે. 25 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન કદાચ ચક્રવાત પણ બનવાની સંભાવના છે. જેની અસર પાકિસ્તાન તરફ થાય તો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ પડી શકે છે. ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે.

rain in Gujarat

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 30 એપ્રિલથી 8 મે વચ્ચે આંધી-વંટોળ સાથે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની સંભાવના રહેશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment