એમએમઅંબાલાલ પટેલની આગાહી
Ambalal Patel : રાજ્યમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય થઇ ગઇ છે. આવામાં બેવડી ઋતુ અનુભવાય છે. રાત્રે અને વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે, ત્યારે આવનારા સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે અને ઠંડી ક્યારે અને કેવી પડશે તે જાણવું પણ મહત્વનું છે. આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, બંગાળની ખાડી અને અરબ સાગરમાં સિસ્ટમ અંગે અનુમાન કર્યું છે. ઉપરાંત સૌથી મહત્વની વાત તેમણે ખેડૂતો માટે પણ કરી છે. ખાસ કરીને ઘઉંની ખેતી કરતાં ખેડૂતો માટે અંબાલાલ પટેલે મહત્વની વાત જણાવી છે.
બંગાળના ઉપસાગરના વાવાઝોડાથી ગુજરાતનું હવામાન કેવું પલટાશે? જાણો અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેશે કે થશે હજુ મેઘમહેર ?
17થી 20 ઓક્ટોબરની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ (Ambalal Patel)ના જણાવ્યા પ્રમાણે, 17થી 20 ઓક્ટોબરમાં ભારે સાયક્લોન સર્જાશે. જે 18થી 24 તારીખમાં સક્રિય થશે જેની અસર ડિસેમ્બર સુધી થશે. આ વખતે અલનીનોની અસર રહેશે તો શિયાળો હુંફાળો રહેશે અને શિયાળો ગરમ રહેશે તો ઘઉંના પાકમાં તેનો ઉગાવો બરાબર થશે નહીં. પરંતુ તેનું હજુ કાંઇ ન કહી શકાય. કારણ કે અહીં એક પછી એક સિસ્ટમ આવી રહી છે.
અંબાલાલ પટેલે આપી ચેતવણી
બીજી બાજુ, ગુજરાતમાં કુલ પાકોના વિસ્તાર પૈકી એક તૃતીયાંશ વિસ્તર ધાન્ય પાકો હેઠળ છે. જેમાં લગભગ 1/4 ભાગ વિસ્તાર ઘઉંનો છે. રાજ્યમાં ઘઉંની ખેતી પિયત (82 ટકા) અને બિનપિયત (18 ટકા) પરિસ્થિતિમાં થાય છે. રાજ્યમાં આમ કુલ મળીને આશરે 6થી 8 લાખ હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર થાય છે.
ઘઉંની વાવણીની વાત કરીએ તો, ઘઉંનું મહત્તમ ઉત્પાદન મેળવવા માટે શ્રેષ્ઠ સમયગાળો 15-20 નવેમ્બર છે. છતાં મોડી વાવણી કરવાની થાય તો 10મી ડિસેમ્બર સુધી ઘઉંની વાવણી કરવી પોષણક્ષમ રહે છે.
અલનીનો ની અસર
અલનીનો એટલે કે પેસેફિક મહાસાગર પૂર્વ કિનારે જળ વાયુ ગરમ થાય તેને અલનીનો કહેવામાં આવે છે. અલનીનોમાં ઉત્તર ઓસ્ટ્રેલિયમાં હવાનું દબાણ ભારે હોય છે અને પૂર્વ પેસેફિક મહાસાગરમાં હવાનું દબાણ હલકું હોય છે. ઓસ્ટેલિયાની હવા પૂર્વ પેસેફિક મહાસાગર જાય છે. જેની અસર ભારત પર થાય છે. કારણ કે આપણું હવામાન નથી, પરંતુ વૈશ્વિક હવામાન અસર થાય છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અંગે આગાહી
ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અંગે આગાહીઓ કરી છે. તેમણે આગાહીમાં એમ પણ જણાવ્યું છે કે, આ વખતે જાન્યુઆરી ભારે ઠંડો રહેશે. તેમણે જણાવ્યું કે, ’22 ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય ભાગોમાં ભારે હિમ વર્ષા થશે, જેના કારણે ઠંડી આવવાની શક્યતા છે. આ વખતનો જાન્યુઆરી માસ ઠંડો છે. પાંચમી ફેબ્રુઆરીના રોજ પણ ભારે પવન ફૂંકાશે. આ વખતે આગળના શિયાળામાં અલનીનોની અસર પ્રમાણે શિયાળો કેવો રહેશે તે જોવું પડશે પરંતુ પાછળથી શિયાળો વધારે ઠંડો રહેશે.’