માવઠાની આગાહી
ambalal gujarat weather forecast : ગુજરાચતમાં ઠંડીની (Gujarat weather) જગ્યાએ માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, રાજ્યમાં ભેજનું પ્રમાણ વધશે.
કમોસમી વરસાદ બાદ ધીરે ધીરે ઠંડીનો પારો ગગડવાની આગાહી પણ કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. આ પાંત દિવસમાં વરસાદ થવાની શક્યતા નથી. પરંતુ છઠ્ઠા અને સાતમા દિવસે ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
કયા કયા વરસાદની આગાહી?
આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, ગુજરાતમાં વરસાદ ક્યાંય પણ થવાની શક્યતા છે. છઠ્ઠા દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. જ્યારે સાતમા દિવસે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી હળવો વરસાદ થવાની શક્યતા છે.
ગુજરાતનું હવામાન કેવું રહેશે? અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી
અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ રાજ્યમાં માવઠા અંગેની આગાહી કરી છે. અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યુ છે કે, આ વખતે નવેમ્બબર મહિનામાં જોઇએ તેવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા નથી.
જેથી દેશના ઉત્તર પર્વતિય ભાગોમાં જોઇએ તેવી હિમ વર્ષા થઇ નથી. જેના કારણે આ વખતે હજી ઉત્તરીય પર્વત વિસ્તારોમાં અને ગુજરાતમાં જેટલી ઠંડક થવી જોઇએ એટલી થઇ નથી.
24 તારીખ સુઘીની આગાહી
આ ઉપરાંત તેમણે જણાવ્યુ છે કે, પવન, ગ્રહોની સ્થિતિ અને અન્ય કારણો જોતા 24મી નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધી દેશના દક્ષિણ ભારતના ભાગોમાં ભારે વરસાદ (ambalal gujarat weather forecast)થવાની શક્યતા રહેશે. ઉલ્લેખનીય છે કે, હજુ બંગાળનો ઉપસાગર ભારે સક્રિય થશે અને વધુ ચક્રવાતો ડિસેમ્બરની શરૂઆત સુધી ફૂંકાઇ શકે છે.
ત્યાર બાદ ધીરે ધીરે હલચલ જોવા મળશે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે તારીખ 24થી ડિસેમ્બરની શરૂઆતમાં ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. ગુજરાત સહિત દક્ષિણ ભારત અને મુંબઇના ભાગો તથા દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
પ્રથમ માવઠાની આગાહી: 13 થી 16 તારીખ સુધીની આગાહી, વાવાઝોડાની આગાહી
શુ કહે છે પરેશ ગૌસ્વામી?
બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને એમા પણ મહારાષ્ટ્રના બોર્ડર સાથે સંકળાયેલા વિસ્તારોમાં જેમકે વલસાડ જિલ્લો, વાપીના આસપાસના વિસ્તારો અથવા તો ઉદવાણા, ધરમપુર, સેલવાસામાં હવામાનમાં પલટો આવશે અને એકલ દોકલ જગ્યાએ એકદમ સામાન્ય છૂટાછવાયા માવઠા થઇ શકે છે.
20 અને 21મી નવેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં પલટો આવીને એકાદ બે જગ્યા પર સામાન્ય વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત 21થી 26 તારીખ અને તેમા પણ 24 અને 25 તારીખના રોજ સૌરાષ્ટ્રના હવામાનમાં પલટો આવશે અને છૂટા છવાયા વરસાદના ઝાપટાં થશે.
21 થી 26 માં માવઠાની આગાહી
આ સાથે તેમણે જણાવ્યુ છે કે, 21થી 26 નવેમ્બર વચ્ચે માવઠાની આગાહી છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં 24થી 26 તારીખમાં માવઠું થઇ શકે છે. જોકે, તે પણ એકદમ સામાન્ય માવઠું હશે અને સામાન્ય અને સાર્વત્રિક વરસાદ નહીં પડે પરંતુ છૂટા છવાયો વરસાદ હશે.