ત્રણ ત્રણ સિસ્ટમ ત્રાટકશે, 18 અને 19 તારીખમાં અતિભારે મેઘ તાંડવ – Three systems will hit heavy clouds on 18th and 19th
ત્રણ ત્રણ સિસ્ટમ ત્રાટકશે?
રાજ્ય પર ત્રણ વરસાદી સિસ્ટમ ફરી વળવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. ત્યારે ગુજરાતમાં ત્રીજો રાઉન્ડ ભારે રહી શકે છે. હવામાન વિભાગે આગામી અઠવાડિયા માટે આગાહી કરીને તમામ દિવસો દરમિયાન વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્યમ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ દરમિયાન અમદાવાદ તથા ગાંધીનગરમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે.
હવામાન વિભાગે આગામી અઠવાડિયાથી ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે, જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે અમદાવાદમાં પણ ભારે વરસાદ થવાની સંભાવાનાઓ વ્યક્ત કરી છે રાજ્ય પર આવી રહેલી વરસાદી સિસ્ટમના કારણે અત્યંત ભારે વરસાદની પણ સંભાવનાઓ જોવાઈ રહી છે. હવામાન વિભાગે કરેલી આગાહીમાં 18 તારીખથી ભારે વરસાદ તૂટી પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજના દિવસે દાહોદ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર કચ્છના પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં હળવી થંડરસ્ટોર્મ અક્ટિવિટી થવાની શક્યતાઓ છે.
17 જુલાઇ : દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. જ્યારે આ દિવસે પણ ગાંધીનગર અને અમદાવાદ સહિત અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં તથા સૌરાષ્ટ્રના દીવમાં હળવી થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની શક્યતાઓ છે.
18 અને 19 જુલાઈ : દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, નર્મદા, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં તથા સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે. આ તારીખ દરમિયાન ભરૂચ, સુરત, અમદાવાદ, આણંદ, વડોદરા અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે.
20 જુલાઈ : ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે જેમાં દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારીમાં જ્યારે સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર અને દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દિવસે અમદાવાદ, આણંદ, ભરૂચ, વલસાડ તથા દમણ, દાદરા નગર હવેલીમાં અને સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.