હજી 24 કલાક આ વિસ્તારોમાં વરસશે વરસાદ, જાણો અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે શું આગાહી કરી

WhatsApp Group Join Now

અંબાલાલની આગાહી : રાજ્યમાં હાલ જાણે ચોમાસું બેઠું હોય તેવું હવામાન જોવા મળી રહ્યું છે. ગઈ કાલે ગુજરાતના બનાસકાંઠામાં એક ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ઠંડી, ગરમી કે માવઠાનું જોર વધશે તે અંગેની આગાહી આપી છે.

varsad aagahi

આગામી 24 કલાકમાં વતાવરણ પલટાશે!

આજે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ હવામાન કેવું રહેશે તે અંગે આગાહી કરી છે. તેમણે આજે બપોરે આપેલી આગાહીમાં જણાવ્યુ છે કે, 24 કલાકમાં કેટલાક વિસ્તારોમાં 1થી 2 ડિગ્રી તાપમાન નીચું જવાની શક્યતા છે. આ સાથે તેમણે વધુમાં જણાવ્યુ કે, આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદી માવઠું પડવાની શકયતા છે. જેમાં દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ થવાની શકયતા વ્યકત કરવામાં આવી છે. જે બાદ આવતીકાલથી વાતાવરણ સુકૂં રવાની શક્યતા છે.

આ પણ વાચો : આગામી 48 કલાક આ જીલ્લા માટે આકરી, જાણો અંબાલાલ પટેલે શુ કહયું

તાપમાનમાં ફેરફારની આગાહી

હવામાન વિભાગ દ્વારા 24 કલાકમાં મોટાભાગના વિસ્તારોના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની આગાહી નથી. જે બાદ રાજ્યના તાપમાનમાં વધારો થશે. 24 કલાક બાદ મહત્તમ અને લધુત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી થી ચાર ડિગ્રીનો આસ પાસ નો વધારો નોંધાશે. કાલે લઘુત્તમ તાપમાન અમદાવાદમાં 14.8 ડિગ્રી નોંધાયુ હતું. જ્યારે મહત્તમ તાપમાન 32 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં લધુત્તમ 14.6 ડિગ્રી અને મહત્તમ 31.2 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું.

આ પણ વાચો : પરેશ ગોસ્વામી : ગુજરાતના હવામાન અંગે આગાહી, હવે આગામી દિવસોમાં વરસાદ થશે?

ક્યાં વિસ્તારોમાં કેટલો વરસાદ પડ્યો?

છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવોથી સામાન્ય વરસાદ નોંધવામાં આવ્યો છે. બાકી વિસ્તારોમાં છૂટોછવાયો અને હળવો વરસાદ પડ્યો છે. બનાસકાંઠામાં 28 mm વરસાદ પડ્યો છે. આ સાથે ખેડામાં 26 mm, પંચમહાલમાં 22 mm વરસાદ નોંધાયો છે. જ્યારે અમદાવાદમાં 9 mm વરસાદ પડ્યો, ગાંધીનગરમાં 13 mm વરસાદ પડ્યો છે.

અંબાલાલ પટેલ શું કહ્યું?

અંબાલાલની આગાહી : બીજી બાજુ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખાસ વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, આતો હજુ ખાલી શરુઆત છે. માર્ચ મહિનામાં વારંવાર વેસ્ટર્ન ડિસ્ટરબન્સ ઉભા થશે. જેની અસર રાજ્યના વાતાવરણ પર થશે. પરંતુ વરુણ મંડળના નક્ષત્રમાં યોગ થાય છે. એટલે આ યોગો લાંબા સમય સુધી રહેવાની શક્યતા દેખાઈ રહી છે. ઉતરના ભાગોમાં તેની અસર થતી હોવાથી બરફિલા ભાગો પર વિશેષ અસર જોવા મળશે. જેના કારણે હમણા તો વિવિધ વિસ્તારોમાં ઠંડી આવવાની શક્યતા રહેલી છે.

આ પણ વાચો : પરેશ ગોસ્વામીની પવન સાથે ગુજરાતમાં હળવાથી ભારે માવઠાની આગાહી, આ ભાગો વધુ પ્રભાવિત થશે

આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યું કે, હતું એક વેસ્ટન ડિસ્ટર્બન્સ 5 માર્ચના આવવાની શક્યતા છે અને બીજુ વેસ્ટન ડિસ્ટર્બન્સ 8 માર્ચ નાં રોજ આવવાની શક્યતા છે. ત્રીજુ વેસ્ટન ડિસ્ટર્બન્સ 11 થી 12 માર્ચ દરમિયાન આવવાની ની શક્યતા છે. 5 માર્ચના રોજ ઘણા વિસ્તારોમાં પવનની ગતી વધુ રહેશે. જેમાં ઉતર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં પવનની ગતી વધુ રહેવાની શક્યતા રહેશે અને આંચકાનો પવન પણ જોવા મળશે.

અંબાલાલની આગાહી

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
ક્યાં વિસ્તારોમાં કેટલો વરસાદ પડ્યો?

છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવોથી સામાન્ય વરસાદ નોંધવામાં આવ્યો છે. બાકી વિસ્તારોમાં છૂટોછવાયો અને હળવો વરસાદ પડ્યો છે. બનાસકાંઠામાં 28 mm વરસાદ પડ્યો છે. આ સાથે ખેડામાં 26 mm, પંચમહાલમાં 22 mm વરસાદ નોંધાયો છે. જ્યારે અમદાવાદમાં 9 mm વરસાદ પડ્યો, ગાંધીનગરમાં 13 mm વરસાદ પડ્યો છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment