Weather in Gujarat : હાલ રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો સુકાઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં આજે આકાશ સ્વચ્છ રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં માવઠા બાદ જે ઠંડક પ્રસરી હતી તે પછી વાતાવરણમાં ધીમે ધીમે તાપમાનનો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે તે અંગેની આગાહી વ્યક્ત કરી છે. જોકે હવામાન વિભાગ દ્વારા હાલ કોઈ વરસાદની આગાહી કરવામાં આવી નથી. જેના કારણે ખેડૂતોની ચિંતા ઓછી થઈ છે.
હવામાન વિભાગ ની નવી આગાહી
હવામાન વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર જે માહિતી આપવામાં આવેલ છે. તે પ્રમાણે દીવ, દાદરા અને નગર હવેલી માટે સાત દિવસની વિગતવાર હવામાનની માહિતી આપી છે. તેમાં જણાવ્યા પ્રમાણે ગુજરાતના તમામ પ્રદેશો ના બધા જિલ્લાઓ સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા છે.
આ પણ વાચો : હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની હવામાનને લઈ નવી આગાહી
આ સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રાજકોટ અને મહુવા રહ્યું છે. રાજકોટ અને મહુવામાં મહત્તમ તાપમાન 37 ડીગ્રી આસપાસ નોંધાયું છે. જ્યારે લઘુત્તમ 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. હવામાન વિભાગે આગામી ચાર પાંચ દિવસ સુધી લઘુત્તમ અને મહત્તમ તાપમાન મોટો ફેરફાર ન થવાની આગાહી કરી છે.
તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 35 અને લકોતમ તાપમાન 18 ડિગ્રી નોંધાયો હતું. આ સાથે આજે અમદાવાદનું વાતાવરણ સ્વચ્છ રહેવાની આગાહી કરવામાં આવી છે
એટલે કે, આકાશ સ્વચ્છ રહેવાની આગાહી છે. જ્યારે લઘુતમ તાપમાન 18 ડિગ્રી અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી પર પહોંચવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીનગરમાં પણ મહત્તમ તાપમાન અમદાવાદ જેટલું જ પરંતુ લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. રાજ્યમાં સૌથી ઓછું મહત્તમ તાપમાન દેવભૂમિ દ્વારકામાં 28 ડિગ્રી નોંધવામાં આવ્યું છે. આ સિવાય તમામ ભાગોમાં મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી ઉપર નોંધવામાં આવ્યું છે.
આ પણ વાચો : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ચક્રવાતની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહી
Weather in Gujarat : ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે જણાવ્યું છે કે, માર્ચ મહિનામાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળી શકે છે. એપ્રિલ અને મે મહિનામાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં ભારે હલચલ જોવા મળે તેવી શક્યતા છે. 13 માર્ચ સુધી ગરમી રહેશે.
આ પણ વાચો : શિવરાત્રી બાદ ગુજરાતમાં માવઠુ થશે? કે પછી ઠંડી વઘશે કે ગરમી જાણો આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 20 માર્ચના રોજ સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમીમાં વધારો થશે. એપ્રિલમાં કમોસમી વરસાદ, કરા અને પવન ફૂકાશે. ઉનાળામાં આકરી ગરમી અને વિશિષ્ટ પ્રકારનો હવામાન રહેવાની આગાહી પણ આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવે છે. આ સાથે પવનની ગતિ વધુ રહેવાની આગાહી સાથે બાગાયતી પાકોને નુકસાન થવાની પણ તેમણે વાત કરી છે. આંબા પર મોર આવ્યો છે. તેવા સંજોગોમાં પવન ફૂંકાય તો આંબાપર નો મોર ખરીજવાની પણ તેમણે વાત જણાવી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
વામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે