rain forecast : ઉત્તર ભારતમાં હાલ ખૂબ જ ગરમી અનુભવાઈ રહી છે. મહત્તમ તાપમાન ધીમે ધીમે વધુ નોંધાઈ રહ્યું છે. આવા ઉકળતા ઉનાળાની વચ્ચે હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે. ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યોમાં 4 એપ્રિલ સુધી ભારે વરસાદ ની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. જો કે, મધ્ય ભારતના રાજ્યોમાં 2 થી 4 એપ્રિલ દરમિયાન હીટવેવની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે.
3 થી 5 એપ્રિલ વચ્ચે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, 2 એપ્રિલ અને 5 એપ્રિલના રોજ પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં બે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકવાની શક્યતા છે. જેના કારણે હવામાનમાં પલટો આવશે. 3 એપ્રિલથી 6 એપ્રિલ દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. આ સિવાય પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં પણ 3 થી 5 એપ્રિલ વચ્ચે વરસાદ અને તોફાનની ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી છે.
આ પણ વાચો : અંબાલાલ પટેલની આંધી-વંટોળ સાથે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કિમમાં આજથી 4 એપ્રિલની વચ્ચે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : અંબાલાલ પટેલની નવી નકોર આગાહી, એપ્રિલ મહિનામાં શું થશે?
આ સ્થળોએ નોંધાયો પડ્યો વરસાદ
rain forecast : છેલ્લા 24 કલાકના હવામાનની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પૂર્વ મધ્ય પ્રદેશમાં કરા નોંધાયા હતા. આ સિવાય જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશમાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો. જ્યારે પંજાબ, ગંગીય પશ્ચિમ બંગાળ, ઝારખંડ, આસામ, મેઘાલય, લક્ષદ્વીપ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પૂર્વ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, આંદામાન, બિહાર, ઓડિશા, કોંકણ અને ગોવામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
ઉત્તર ભારતમાં હાલ ખૂબ જ ગરમી અનુભવાઈ રહી છે. મહત્તમ તાપમાન ધીમે ધીમે વધુ નોંધાઈ રહ્યું છે. આવા ઉકળતા ઉનાળાની વચ્ચે હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે. ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યોમાં 4 એપ્રિલ સુધી ભારે વરસાદ ની શક્યતા છે.