આ 6 જિલ્લામાં વરસાદની આગાહી, હવામાન વિભાગે કરી આગાહી

predicted rain : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે આજે પણ અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થવાની આગાહી કરી છે. આ સાથે બે ત્રણ દિવસ પછી ગુજરાતના તાપમાનમાં ઘટાડાની આગાહી કરી છે.

Paresh Goswami

અમદાવાદના હવામાન કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે રાજ્યના હવામાન અંગેની આગાહી કરી છે. આગામી 3 દિવસમાં તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. પરંતુ તે પછી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાવાની આગાહી કરી છે.

આ પણ વાચો : આજે ભારે પવન સાથે વરસાદ, જાણો કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી?

રામાશ્રય યાદવે મહત્તમ તાપમાનની વાત કરતા જણાવ્યુ છે કે, છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 39 ડિગ્રી અને ગાંધીનગરમાં 36.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે તેમણે આગામી 24 કલાકમાં અમદાવાદમાં 40 ડિગ્રી અને ગાંધીનગરમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાશે તેમ જણાવ્યુ છે. આ સાથે તેમણે ગુજરાતના દરિયાકિનારે બીજા અને ત્રીજા દિવસે ડિસકમ્ફર્ટ કન્ડિશનની સ્થિતનું નિર્માણ થશે તેમ પણ જણાવ્યુ છે.

આ પણ વાચો : આવતીકાલે 7 જિલ્લામાં તોફાની વરસાદ, વીજ ગર્જના સાથે વરસાદની આગાહી

મોસમ વૈજ્ઞાનિકે રાજ્યમાં ભર ઉનાળામાં કમોસમી વરસાદનું કારણ જણાવતા કહ્યુ કે, સાઉથ વેસ્ટ રાજસ્થાન પર લો વેસ્ટ સિસ્ટમ બની હતી. જે મૂવ થઇને સેન્ટ્રેલ રાજસ્થાન પર જશે. જેના કારણે છ જિલ્લાઓમાં સામાન્ય વરસાદ થવાની આગાહી છે.

આ પણ વાચો : આજે રાત્રે કડાકા ભડાકા સાથે તીવ્ર વરસાદ, અંબાલાલ પટેલે કરી આગાહી

આજે ક્યાં કયા આગાહી?

predicted rain : રામાશ્રય યાદવે પોતાની આગાહીમાં જણાવ્યુ છે કે, 15 તારીખે છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. તે પછીના દિવસોમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે. કચ્છ, પાટણ, દ્વારકા, બનાસકાંઠા, મોરબી, જામનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદ થવાની આગાહી કરી છે.

predicted rain

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે ક્યાં કયા આગાહી?

15 તારીખે છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. તે પછીના દિવસોમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment