cyclone on 26th : વાવાઝોડા ગુજરાતના વિસ્તારોમાં અવારનવાર ટકરાતા હોય છે. ગુજરાતમાં બે વર્ષ પહેલા આવેલા તૌકતે વાવાઝોડાનાં કારણે ભારે વિનાશ સર્જાયો હતો. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડું આવવાની આગાહી કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલે મે મહિનાના અંતમાં ચક્રવાતની આગાહી વ્યકત કરી છે.
અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 26 મે ના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની સર્જાવાની શક્યતા છે. દક્ષિણ પૂર્વીય તટો ઉપર તેની ભારે અસર જોવા મળી શકે છે. પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની સંભાવના છે. આ સમયે 100 થી 120 km ની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. અરબસાગરમા મે મહિનાના અંતમાં જૂનની શરૂઆતમાં ચક્રવાતની અસર થઈ શકે છે. 8 જૂન બાદ આરબસાગરમાં ચક્રવાતને કારણે વીજકરંટની શક્યતા પણ સેવાઈ રહી છે.
આ પણ વાચો : અંબાલાલ પટેલની આગાહી : ગૂજરાત પર ત્રાટકશે વાવાઝોડું! જાણો ક્યાં કેટલી કરી શકે છે અસર?
આંધીવંટોળ સાથે વરસાદની ગતિવિધિ સાથે શક્યતા રહેશે. ચક્રવાત જો ઓમાન તરફ ન ફાંટાય તો સાગરના માધ્યમાં રહે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં, પશ્ચિમ ઘાટના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.
અંબાલાલ પટેલની ખેડૂતોને સલાહ
cyclone on 26th : અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યના લોકોને ગરમીથી રાહત 26 મે સુધી નહી મળે. હાલ તાપમાન 45 ડિગ્રીની આસપાસ જોવા મળશે. 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદ પડતા સામાન્ય ગરમીમાં ઘટાડો થઈ શકે છે. જોકે, આ રોહિણી નક્ષત્રનો વરસાદ રહેશે. કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પણ થઈ શકે છે.
આ પણ વાચો : 24 કલાકમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો કયા કયા વરસાદની આગાહી
રોહિણી નક્ષત્રમાં પવનની ગતિ પણ વધવાની શક્યતા છે. આવામાં પાણી વધુ શોષાતા જો પીયતની સુવિધા હોય તો જ પાક લેવાની સલાહ અંબાલાલ પટેલે આપી છે.
આ પણ વાચો : અંબાલાલ પટેલની બે વાવાઝોડાની આગાહી, બન્ને આફતની તારીખો આપી!
હવામાન વિભાગની આગાહી
IMD એ પણ કહ્યું કે, આ વેધર પેટર્ન પાછળથી ચક્રવાતમાં પરિવર્તિત થવાની શકયતાને ન નકારી શકાય. કારણ કે મે મહિનાને ચક્રવાતની રચનાનો મહિનો ગણવામાં આવે છે તે ચક્રવાતમાં ફેરવાશે કે નહીં તેની પુષ્ટિ કરવી ખૂબ જ વહેલું છે. જો ચક્રવાત રચાય છે તો ચોમાસાની પ્રગતિ પર તેની અસરની હજુ સુધી આગાહી કરી શકાતી નથી. કારણ કે તે તેના ટ્રેક અને તીવ્રતા પર નિર્ભર રહેશે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 26 મે ના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની સર્જાવાની શક્યતા છે.