Ambalal and Paresh Goswami : હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા હવામાન અંગે આગાહી જાહેર કરવામાં આવી છે. આગામી દિવસોમાં તીવ્ર પ્રિ-મોન્સૂન એક્ટિવિટી અને આંધી વંટોળની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં બે અઠવાડિયાથી ખૂબ ઊંચું તાપમાન નોંધાઇ રહ્યું હતું. 24 અને 25 તારીખમાં 1 ડિગ્રીનો ઘડાટો નોંધાયો હતો. આ સાથે જ ગુજરાતમાં ફરી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થવા જઇ રહી છે. 26 થી 30 તારીખ દરમિયાન પણ વરસાદની શક્યતાઓ રહેલી છે.
આ પણ વાચો : આગામી 6 કલાકમાં ત્રાટકશે વાવાઝોડું? ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ
28, 29 અને 30 તારીખમાં આગાહી – Ambalal and Paresh Goswami
ખાસ કરીને 28, 29 અને 30 તારીખ દરમિયાન તીવ્ર પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ રહેલી છે. 26 થી 30 દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
સાથે જ કચ્છના દરિયાકાંઠાના તમામ તાલુકાઓ 27, 28, 29 તારીખમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની શક્યતા રહેલી છે. હાલ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આ શક્યતા વધારે રહેલી છે.
અંબાલાલ પટેલની આગાહી
Ambalal and Paresh Goswami : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે આજથી 28 મેના આંધી વંટોળનુ પ્રમાણ વધુ જોવા મળી શકે છે. 27 થી 31 મેના દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આહવા, ડાંગ સુરત, સૌરાષ્ટ્રના ભાગોમાં 26 થી 31 મેના સાથે વરસાદ થવાની આગાહી છે. ઉતર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની સંભાવના છે.
આ પણ વાચો : આજે રાત્રે ત્રાટકશે ભયંકર વાવાઝોડું: 2 દિવસ આ વિસ્તારો સાવધાન
27 થી 4 જૂનમાં આગાહી – Ambalal and Paresh Goswami
અંબાલાલ પટેલે જણાવ્યું કે, રેમલ વાવાઝોડાનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે 26 મે થી 4 જુનમાં આંધી વંટોળ સાથે પ્રી- મોનસુન એક્ટિવિટી થવાની સંભાવના છે. 8 જુનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડીપ્રેશન બનવાની શક્તા રહેલી છે. 8 થી 14 જુન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડુ બનવાની શક્યતા રહેલી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં 7 થી 14 જુનમાં ચોમાસાનો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ચાલુ વર્ષે ચોમાસુ સારું રહેવાના સંકેતો છે. આ સાથે જ ગુજરાતમાં પણ ચોમાસુ સમય કરતા વહેલું બેસી જવાની આગાહી કરવામાં આવી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
28, 29 અને 30 તારીખ દરમિયાન તીવ્ર પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ રહેલી છે.