Rain forecast : રાજ્યમાં ચોમાસાનું જોર ઘટી રહ્યું છે તો તાપમાનમાં ધીમે ધીમે વધારાનો અનુભવ થઈ રહ્યો છે. ચોમાસું વિદાય તરફ જઇ રહ્યું હોય તેવી પરિસ્થિતિ બની રહી છે. હવામાન વિભાગ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ રાજ્યનાં અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યકત કરી છે.
આ પણ વાચો : 20, 21 અને 22 તારીખમાં હળવાથી મઘ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગનું પૂર્વાનુમાન
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી – Rain forecast
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી પાંચ દિવસ ગુજરાત રિજનમાં એટલે કે, સૌરાષ્ટ્ર – કચ્છ સિવાયના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, 3 થી 5 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવરણ સુકૂં રહેવાની શક્યતા છે. છઠ્ઠા દિવસે છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : 24 તારીખથી વરસાદનો છેલ્લો ધમાકેદાર રાઉન્ડ શરૂ! પરેશ ગોસ્વામીની વરસાદ અને ચોમાસાનાં વિદાયની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પાછોતરો વરસાદની આગાહી કરી છે. તેમાં તેમણે જણાવ્યું છે કે, 22 સપ્ટેમ્બર વધુ એક સિસ્ટમ સક્રિય થઈ શકે છે. જેના કારણે 21 થી 26 સપ્ટેમ્બરના રાજ્યના જુદા જુદા ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે. ગુજરાતમાં હજુ વરસાદ ગયો નથી. આ સાથે જ ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા પણ રહેલી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી – Rain forecast
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ અને વરસાદ અંગે આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં વરસાદના મોટા રાઉન્ડની શક્યતા રહેલી છે. જોકે, તે પહેલા 20-21 તારીખે લોકલ સિસ્ટમના લીધે વરસાદ પડવાની સંભાવના છે. સપ્ટેમ્બર મહિનાની 24-25 તારીખ આસપાસ એક મોટો વરસાદનો રાઉન્ડ આવવાનો છે. તે વરસાદ પણ સામાન્ય નહીં હોય, અનેક જગ્યાએ સારો વરસાદ થવાની શક્યતા છે. અમુક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે.
આ પણ વાચો : પરેશ ગૌસ્વમી : સપ્ટેમ્બરના અંતમાં મેઘમહેર, જાણો પરેશ ગૌસ્વામીની આગાહી
પરેશ ગોસ્વામીએ વધુમાં કહ્યું કે, 20 અને 21 તારીખે ઘણા વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. આ વરસાદ સાર્વત્રિક નહીં હોય અને તેમાં અતિ તીવ્રતા નહીં જોવા મળે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ અને અમરેલીના દરિયાઇકાંઠાના વિસ્તારોમાં આ વરસાદ પડવાની શક્યત છે.
આ સાથે પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે કે, ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, ખેડબ્રહ્મા, ઇડર, વડાલી અને હિમતનગરમાં છૂટાછવાયા હળવા વરસાદો આજે સાંજ સુધીમાં નોંધાય તેવી શક્યતા રહેલી છે. દાહોદ, છોટાઉદેપુર અને ગોધરના વિસ્તારોમાં પણ છૂટાછવાયા ઝાપટા પડી શકે છે. વધારે ભારે ઝાપટા દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, વાપી, ડાંગ અને આહ્વામાં પડવાની શક્યતા રહેલી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
21 થી 26 સપ્ટેમ્બરના રાજ્યના જુદા જુદા ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે.