heavy rains : રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 84 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાંથી એક પણ તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો નથી. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી 15મી ઓગસ્ટથી ચોમાસાનું પુનરાગમન થશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, સૌરાષ્ટ્રના ખેડૂતો હાલ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે રાહતભર્યા સમાચાર આવી રહ્યા છે. 15 ઓગસ્ટથી દેશભરમાં ચોમાસુ સિસ્ટમ ફરી સક્રિય થવાની શક્યતા છે. હાલમાં બ્રેક મોન્સુનની સ્થિતિ રહેલી છે, પરંતુ આ સિસ્ટમ સક્રિય થતાં દેશના ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે અરબ સાગર પણ સક્રિય થઈ, જેના પરિણામે 19મીથી 22મી ઓગસ્ટ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રના ભાવનગર, મહુવા, ઉના સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, 6થી 12મી ઓગસ્ટ દરમિયાન વરસાદી ઝાપટાં વધવાની સંભાવના છે, અને 19થી 22મી ઓગસ્ટ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે, જેમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ આવી શકે છે.
આ પણ વાચો : આજે રાત્રે 10 જિલ્લા સાવધાન, ભારેથી અતિભારે વરસાદની આગાહી
20 તારીખે શરૂ થશે વરસાદ?
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 17મી ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે જેનું ટ્રેક મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગો તરફ આવવાની શક્યતા છે. જો બંગાળ ઉપસાગરની આ સિસ્ટમ માટે સાનુકૂળ સ્થિતિ રહેશે તો તે ડીપ ડિપ્રેશનમાં પણ પરિવર્તિત થઈ શકે છે. આ સિસ્ટમને કારણે 20મી ઓગસ્ટથી ઓગસ્ટના અંત સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને, મધ્યપ્રદેશના ભાગો, વડોદરા, દક્ષિણ ગુજરાતના ભાગો જેવા કે નવસારી, સુરત, આહવા, વલસાડ, ડાંગ, અને દક્ષિણ સૌરાષ્ટ્ર તથા સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત, સાપુતારા, ભરૂચ, જંબુસર, અંકલેશ્વર, વડોદરા, મહીસાગર, પંચમહાલ, ઉત્તરમાં સાબરકાંઠા, ઉત્તર ગુજરાત, કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે.
આ પણ વાચો : વરસાદ માટે રાહ જોવી પડશે? ખેડૂત મિત્રોને પિયત માટે પરેશ ગોસ્વામીની ખાસ સલાહ
વરસાદ ક્યારે પડશે?
અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ ચોમાસાની સક્રિયતા 13થી 14મી ઓગસ્ટમાં MJO (મેડન-જુલિયન ઓસિલેશન)ના ફેઝ-2માં આવવા સાથે સુસંગત છે, જે ભારતમાં ચોમાસાને વધુ સક્રિય કરશે. આ વરસાદની સ્થિતિને કારણે ઓગસ્ટના અંત સુધીમાં કેટલાક ભાગોમાં નદીઓમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. ખેડૂત ભાઈઓ માટે ખાસ નોંધ લેવા જેવી બાબત એ છે કે, 17મી ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ પાક માટે સારું ગણાશે, જ્યારે 20મી ઓગસ્ટ પછીનો વરસાદ કૃષિ માટે હિતકારી ગણાતો નથી. આમ, આગામી દિવસોમાં રાજ્યમાં સારો વરસાદ થવાની પૂરી સંભાવના છે, જે ખેડૂતો માટે ખુશીના સમાચાર લઈને આવશે.

અગત્યની લિંક – heavy rains
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |