Ambalal Patel forecast : રાજ્યના કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં દ્વારકા અને પોરબંદરમાં ધોધમાર વરસાદને પગલે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમણે તારીખ અને વિસ્તાર સાથે વરસાદની આગાહી કરી છે.

અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.
આ પણ વાચો : આજે 31 જિલ્લામાં સાવધાન! જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી
હજુ પણ ઉત્તર સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારેની સંભાવના રહેશે. જૂનાગઢ, અમરેલીના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે.
23થી 26માં ભારે આગાહી
પરંતુ હવે ચોમાસું ધરી ધીમે ધીમે ઉત્તર તરફ જતાં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ થોડું ઘટશે. પરંતુ તારીખ 23થી 26માં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠા, બનાસકાંઠ, હારીજ, પાટણ, કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.
વરસાદની 5-5 સિસ્ટમ તાંડવ મચાવશે? મુંબઈમાં ભુક્કા બોલવતી સિસ્ટમ પણ આવશે!
તારીખ 27-28 ઓગસ્ટમાં ફરીથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. ક્યાંક મૂશળધાર વરસાદ પણ વરસી શકે છે. ક્યાંક પૂર આવવાની શક્યતા રહેશે. અંબાજીના ડુંગરાળમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |