નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગડશે, બે સિસ્ટમ સક્રિય થતાં IMDની ભારે આગાહી

WhatsApp Group Join Now

IMD severe forecast : ગુજરાત સહિત દેશભરમાં લોકો નવરાત્રિની ઉજવણી કરી રહ્યા છે. એવામાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે. હવામાન વિભાગ દ્વારા આવતા અઠવાડિયાથી વરસાદની આગાહી વ્યકત કરાઈ છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આશંકા છે.

બે સિસ્ટમ સક્રિય

નોંધનીય છે કે, મધ્ય મ્યાનમારના દરિયાકાંઠાના વિસ્તારો અને નજીકના પૂર્વ મધ્ય-બંગાળની ખાડીના મધ્ય ઉષ્ણકટિબંધીય સ્તરો સુધી અપર એર સર્ક્યુલેશન યથાવત્ છે.

આ પણ વાચો : ગુજરાતમાં નવરાત્રિના ઉત્સાહ પર વરસાદનો ભારેખતરો, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

આ સર્ક્યુલેશન ધીમે-ધીમે પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે. જેના કારણે, મધ્ય બંગાળની ખાડી પર એક નીચા દબાણનો વિસ્તાર બનવાની સંભાવના છે. લગભગ પશ્ચિમ તરફ આગળ વધતાં તે 26 સપ્ટેમ્બરે દક્ષિણ ઓડિશા-ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ઉત્તરપશ્ચિમ અને નજીકના પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી પર ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની સંભાવના છે. 27 સપ્ટેમ્બરની આસપાસ તે દક્ષિણ ઓડિશા-ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે.

26 તારીખે ક્યાં ક્યાં આગાહી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 26 સપ્ટેમ્બરે આણંદ, પંચમહાલ, દાહોદ, નર્મદા, ભરુચ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ વાચો : Rain Alert: ગુજરાતમાં ફરીથી રેડ એલર્ટ! આગામી 3 કલાકમાં 4 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

27 તારીખે ક્યાં ક્યાં આગાહી

27 સપ્ટેમ્બરે તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. શનિવારે આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરાઈ છે.

28 તારીખે ક્યાં ક્યાં આગાહી

28 સપ્ટેમ્બરે આણંદ, વડોદરા, ભરુચ, તાપી, નવસારી, નર્મદા, સુરત, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી સાથે યલો ઍલર્ટ જાહેર કરાયું છે.

29 તારીખે ક્યાં ક્યાં આગાહી 29 સપ્ટેમ્બરે ભરુચ, સુરત, તાપી, વલસાડ, જૂનાગઢ, નવસારી, ડાંગ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી સાથે યલો ઍલર્ટ જાહેર કરાયું છે.

IMD severe forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment