અંબાલાલ પટેલની “શકિત” વાવાઝોડાને લઈ મોટી આગાહી, 7 થી 9 ઓકટોબર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

cyclone Shakit : અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, 7, 8 અને 9 ઓક્ટોબરે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે અને સાયક્લોનની અસરથી ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે, વાવાઝોડું નબળું પડશે તો પણ ભારે અસર જોવા મળશે અને 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, પશ્ચિમ-સૌરાષ્ટ્ર, દ.ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.

ગુજરાતમાં અંબાલાલ પટેલની આગાહી

જામનગર, પોરબંદર અને દ્વારકામાં અતિભારે વરસાદ પડી શકે છે અને શકિત વાવાઝોડની અસર સૌથી વધારે સૌરાષ્ટ્ર તરફ રહેશે અને દક્ષિણ ગુજરાતમાં પણ સુરત, વલસાડ અને નવસારીમાં અતિભારે વરસાદ પડી શકે છે. સાયક્લોનની અસરના ભાગ રૂપે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, ચક્રવાત નબળું પડીને ગુજરાત તરફ આવે તો પણ ભારે અસર રહેશે અને ચક્રવાતના કારણે 100 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

આ પણ વાચો :સાવધાન ! આવી રહ્યું છે વાવાઝોડું… 75 કિમીની ઝડપે ફૂંકાશે પવન, ગુજરાત માટે પણ એલર્ટ !

મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ વરસાદની શક્યતા

પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે, જામનગર, સુરત, વલસાડ, પોરબંદર, દ્વારકા, અને નવસારીમાં અતિભારે વરસાદ પડી શકે છે અને ચક્રવાતની અસર ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ જોવા મળી શકે છે, માછીમારો 10 ઓકટોબર સુધી દરિયો ના ખેડે તેવી પણ સૂચના આપવામાં આવી છે, દરિયામાં કરંટ જોવા મળશે અને મોજા ઉછળશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે, 10 ઓકટોબર પછી વરસાદ ધીરે ધીરે વિદાય લેશે.

આ પણ વાચો : આજે 21 જિલ્લામાં ભુક્કા બોલાવશે! મુશળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

9 ઓકટોબર સુધી ભારે વરસાદની આગાહી

અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે, તે સિવાય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે તેમજ પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે, અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે, સાથે સાથે ભારે વરસાદના કારણે તાપી, નર્મદા અને સાબરમતી નદીમાં જળસ્તર વધશે અને ખેડૂતો વરસાદમાં વાવેતર કરશે તો તેમને પણ પાક સારો મળી શકશે.

cyclone Shakit

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment