અંબાલાલ પટેલ : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદ અને ઠંડીને લઈને આગાહી વ્યકત કરી છે. તેમના જણાવ્યા મુજબ, આગામી 5થી 7 દિવસ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે અને પવન ફૂંકાવાની શક્યતા છે. 17 ઑક્ટોબરથી દરિયા કિનારે ભારે પવન ફુંકાઈ શકે છે. આ સાથે જ 17 અને 18 ઑક્ટોબરે ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર થાય તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે.

અંબાલાલની માવઠાની આગાહી
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, લગભગ દિવાળીની આસપાસ એટલે કે 18 થી 30 ઑક્ટોબર સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે અને ક્યાંક માવઠા જેવું થઈ જવાની સંભાવના રહે છે. આ વર્ષની શરૂઆતથી જ ગુજરાતના ભાગોમાં વાદળ વાયુ આવવાની શક્યતા રહેલી છે. તેમણે એવું પણ જણાવ્યું છે કે, દિવાળીના તહેવાર દરમિયાન પણ હવામાનમાં પલટો આવે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે અને કદાચ દિવાળીમાં લીધેલા ફટાકડા પલળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું પડે એવી સ્થિતિ જોવા મળી શકે છે.
આ પણ વાચો : રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર ! ગુજરાતમાં આ તારીખ સુધી વરસાદની નહીંવત શક્યતા
વરસાદની વાત કરીએ તો, 18 ઑક્ટોબરથી 20 ઑક્ટોબર વચ્ચે બંગાળ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે ચક્રવાતનું સર્જન થઈ શકે છે. 18 ઑક્ટોબરથી 20-21 ઑક્ટોબર વચ્ચે અરબ સાગરમાં પણ વિચિત્ર હલચલ જોવા મળશે. પૂર્વીય દેશોમાંથી ટ્રાયફૂનના અવશેષો આવતા બંગાળ સાગર વધારે સક્રિય રહે છે. એમજીઓ મેડન જુલિયન ઓસીલેશનની સક્રિયતા થતા 18 ઑક્ટોબર બાદ દેશના હવામાનમાં પલટો આવતા રાજ્યના હવામાનમાં પલટો આવી શકે.
ઠંડી ક્યારથી પડશે??
આ આગાહીમાં ઠંડીનો ચમકારો વહેલો શરૂ થવાની વાત કરવામાં આવી છે. 24 ઑક્ટોબરથી ઠંડીનો પહેલો ચમકારો શરૂ થવા જઈ રહ્યો હોવાની વાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. જોકે, 23 ઑક્ટોબરથી ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા પણ રહે છે. ધીરે ધીરે ગરમી ઘટતી જશે અને સાંજના વાતાવરણમાં કંઈક કંઈક ઠંડક થતી જશે. આ વખતે મીનો 3.4 વિસ્તારમાં પેરુનું જળવાયુ કંઈક ઠંડું થવાની શક્યતા રહેતા ગુજરાતમાં ભારે ઠંડીની શક્યતા રહે છે.
આ પણ વાચો : અંબાલાલ પટેલની મોટી આગાહી, હવે દિવાળીમાં પણ ભૂક્કા બોલાવશે વરસાદ
હવામાનમાં ભારે પલટો આવશે? નવેમ્બર માસમાં પણ હવામાનમાં ઘણા પલટા આવશે. નવેમ્બરની શરૂઆતમાં ઉત્તર પર્વતીય વિસ્તારમાં હિમવર્ષાની શક્યતા જોવા મળી રહી છે, જેના કારણે ઠંડી વહેલી પડે તેવી શક્યતા છે. દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. 18 નવેમ્બરથી બંગાળ સાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાવાની શક્યતા રહેશે, જેના કારણે ગુજરાતમાં હવામાનમાં પલટો આવી શકે છે. વળી, 23 અને 26 નવેમ્બર સુધી રાજ્યના હવામાનમાં પલટો આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. ડિસેમ્બર સુધીમાં ચક્રવાતોની ક્રિયા ચાલુ રહેવાની શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે.

અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |