તોફાની સિસ્ટમ, 10 ઇંચ વરસાદની આગાહી? અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી

WhatsApp Group Join Now

Ambalal and Paresh Goswami : રાજ્યમાં વરસાદનું વિરામ થતા ચોમાસાની વિદાયની ચર્ચાઓ થઇ રહી છે, પરંતુ હવામાન નિષ્ણાતો દ્વારા હજુ રાજ્યમાં ચોમાસાએ વિદાય ન લીધી હોવાની વાત જણાવી રહ્યા છે. કેમ કે, બંગાળની ખાડીમાં ફરી હલચલ જોવા મળી રહી છે અને ત્યાં સર્જાનારી સિસ્ટમ ગુજરાતને કેવી અસર કરશે? તે અંગે પણ આગાહી કરાઈ રહી છે. આ સિસ્ટમ મજબૂત હોવાની અને ઘણી જગ્યાએ ભારે વરસાદ લાવી શકે છે.

આ પણ વાચો : આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, રાજ્યમાં ક્યાં-ક્યાં પડશે ભારે વરસાદ?

24 તારીખે સિસ્ટમ બનશે : અંબાલાલ – Ambalal and Paresh Goswami

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું હતું કે, 24 સપ્ટેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં એક નવી સિસ્ટમ બનશે છે. તેની અસર ઓરિસ્સા, વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ થઈને દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી છે. સિસ્ટમના અસરથી 8 થી 10 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે.

આ પણ વાચો : 25 તારીખથી નવો વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી

આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આગાહી છે. પંચમહાલના ભાગોમાં પણ એક ઇંચ તેથી વધુ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં અડધો ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતા રહે. સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં વરસાદી ઝાપટાં થઈ શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, ભાવનગર, જૂનાગઢ, અમરેલીના ભાગોમાં વધુ વરસાદી ઝાપટાં પડવાની આગાહી છે.

ભારે વરસાદનો રાઉન્ડ : પરેશ ગોસ્વામી – Ambalal and Paresh Goswami

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું હતું કે, ચોમાસાની વિદાય પહેલા ગુજરાતમાં ચોમાસાનો છેલ્લો રાઉન્ડ આવી શકે છે. તે સિસ્ટમ બંગાળની ખાડીમાંથી તૈયાર થઇને ગુજરાત તરફ આવે તેવી શક્યતા રહેલી છે. હાલ દેખાઇ રહેલા ટ્રેક મુજબ જોવા જઇએ તો છત્તીસગઢ, મધ્યપ્રદેશ થઇને ગુજરાત પર આવે તેવી શક્યતા જણાય રહી છે. જોકે, તેમાં ફેરફાર થવાની શક્યતા ખૂબ ઓછી જણાય છે.

આ પણ વાચો : 21 થી 26 સપ્ટેમ્બરમાં વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગ, અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામીની આગાહી

સાથે જ પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, 2024ના ચોમાસાની આ છેલ્લી સિસ્ટમ જોવા મળશે. આ સિસ્ટમ આપણી પરથી પસાર થશે પછી ચોમાસાની વિદાયની શરૂઆત થશે.

Ambalal and Paresh Goswami

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
24 તારીખે સિસ્ટમ બનશે : અંબાલાલ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું હતું કે, 24 સપ્ટેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં એક નવી સિસ્ટમ બનશે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment