અંબાલાલની આગાહી: ગુજરાતનાં આ વિસ્તારમાં પડશે અતિભારે વરસાદ, સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર-દક્ષિણમાં ઘમરોળશે મેઘરાજા

WhatsApp Group Join Now
અંબાલાલની આગાહી: ગુજરાતનાં આ વિસ્તારમાં પડશે અતિભારે વરસાદ, સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર-દક્ષિણમાં ઘમરોળશે મેઘરાજા – Ambalal forecast heavy rain in this area of Gujarat

Ambalal forecast : બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાનાં કારણા રાજ્યમાં ફરી સારા વરસાદની શક્યાઓ સેવાઈ રહી છે. આગામી તા. 16 અને 17 સપ્ટેમ્બરે રાજ્યભરમાં ફરી ભારે વરસાદની આગાહી હવામાન નિેષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. ત્યારે અમદાવાદ સહિત વડોદરા, પંચમહાલ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, હળવદ, સુરેન્દ્રનગરનાં અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદનાં લીધે નર્મદાનાં જળસ્તરમાં પણ વધારો થશે.

આ પણ વાચો: ખેડૂતોને હાશકારો.! લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં આ તારીખથી વરસાદ ભૂકકા કાઢશે, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી

દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીઃ અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગર પાસે વધુ એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે.

જેથી આગામી 16 અને 17 સપ્ટેમ્બરે વરસાદની આગાહી છે.

બનાસકાંઠા, ઉત્તર ગુજરાત, પંચમહાલ, વડોદરા, ખેડા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે.

જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકિનારે વરસાદ થવાની શક્યતા છે.

સ્થાનિક હવામાન વિભાગે પણ કરી છે આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આ અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી કરાઈ છે.

આ આગાહી મુજબ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા-નગર હવેલીમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે.

15થી 18 સપ્ટેમ્બર સુધી આ વિસ્તારમાં પડી શકે છે વરસાદ

જ્યારે 15, 16 અને 17 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

જ્યારે 18મી સપ્ટેમ્બરે આ વિસ્તારો ઉપરાંત ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દીવમાં વરસાદ પડવાની વકી છે.

અત્યાર સુધીમાં પડ્યો 86.26 ટકા વરસાદ

નોંધનીય છે કે, સમગ્ર ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાઈ ગયો હતો અને ચાલુ મહિનાના પહેલા અઠવાડિયામાં પણ વરસાદ લાવનારી સિસ્ટમ એક્ટિવ થઈ નહોતી. જન્માષ્ટમીથી ફરી વરસાદના મંડાણ થતાં લોકોમાં હરખ છવાયો હતો. અલબત્ત, હવે વરસાદનું નામોનિશાન નથી. આજે સવારે પૂરા થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના ચાર તાલુકામાં ઝરમર વરસાદ નોંધાયો હતો. રાજ્યના અત્યારે 86.26 ટકા વરસાદ પડ્યો હોઈ ખેડૂતો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે.

ખેડૂતોમાં ખુશી છવાઈ

મહત્વનું છે કે બે દિવસથી રાજ્યના વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. ગઈકાલે ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

મહુવા પંથકના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડતા ખેતરોમાં મુરઝાતા પાકને જીવનદાન મળ્યું છે. વધુમાં ભરૂચ અને અંકલેશ્વરમાં પણ ભારે ઉકડાટ બાદ સાંજના સમયે વરસાદ પડ્યો હતો.

સાથે સાથે અમરેલીના ખાંભા અને ગીર ખાંભા-ગીરના ડેડાણ ગામ, રાયડી, પાટી,નેસડી,મુંજીયાસર,જીવાપર,ત્રાકુડા સહિતના ગામમાં વરસાદ પડતા લાંબા સમય બાદ વરસાદ થતા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment