ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે? અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

WhatsApp Group Join Now

Ambalal gujarat monsoon prediction : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ આજથી 31 મે સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને ઉત્તર ગુજરાતમાં ભારે પવનની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના આહવા, વલસાડ, ડાંગ, સુરત અને નવસારીમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં 50 થી 70 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે.

ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે?

અંબાલાલ પટેલના અનુમાન મુજબ 8 થી 10 જૂન વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ બેસી જવાની શક્યતા છે. જો કે ચોમાસુ બેસ્યા બાદ વરસાદ ખેંચાવાની શક્યતા છે. રોહિણી નક્ષત્રની શરૂઆતમાં ગરમીનું પ્રમાણ ઘટતા વરસાદ ખેંચાઈ શકે છે. અંબાલાલ પટેલે તો બે વિધાનસભાની પેટાચૂંટણીના મતદાનના દિવસે પણ વરસાદની આગાહી વ્યકત કરી છે. તેમના જણાવ્યા મુજબ મહેસાણા અને જૂનાગઢમાં વરસાદી ઝાપટા પડી શકે છે. જ્યારે ત્રીજી જુને અમદાવાદમાં રમાનાર આઈપીએલની ફાઈનલ મેચમાં પણ વરસાદનું વિઘ્ન નડી શકે છે. ત્રણ જુને અમદાવાદમાં 50થી 60 કિમીની ઝડપે પવન ફુંકાવવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે.

આ પણ વાચો : 29, 30 અને 31 તારીખે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના અનુસાર આજે અને આવતીકાલે ગાજવીજ સાથે વરસશે વરસાદ. પશ્ચિમ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસશે વરસાદ. સાથે જ સંઘ પ્રદેશ દીવ-દમણ અને દાદરા નગર હવેલી પણ થશે પાણી-પાણી. હવામાન વિભાગના મતે, ગુજરાતમાં ચોમાસું સારું રહેશે. 114 ટકા વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં જ 119 ટકા વરસાદની સંભાવના છે.

Ambalal gujarat monsoon prediction

અગત્યની લિંક – Ambalal gujarat monsoon prediction

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે?

અંબાલાલ પટેલના અનુમાન મુજબ 8 થી 10 જૂન વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ બેસી જવાની શક્યતા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment