Ambalal Patel : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી એક વરસાદના નવા રાઉન્ડની આગાહી વ્યકત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર , ગુજરાતમાં નવરાત્રિ બાદ હવે દિવાળી પણ મેઘરાજા બગાડશે.

નવરાત્રી પર ઘણા વિસ્તારોમાં ખેલૈયાઓની મજા બગડી હતી. તો હવે દિવાળી પર પણ વરસાદની આગાહી કરાઈ છે. હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે.
આ પણ વાચો : રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર ! ગુજરાતમાં આ તારીખ સુધી વરસાદની નહીંવત શક્યતા
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
દિવાળીમાં વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરેલા અનુમાન મુજબ 18થી 28 ઓક્ટોબર સુધી ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસી શકે છે.
આ પણ વાચો : આજે ગુજરાતમાં કેવું રહેશે હવામાન? જાણો ક્યાં ક્યાં વરસાદની આગાહી
મધ્ય અને ઉત્તર ભારતમા વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. નવેમ્બરમાં મોટુ સાયક્લોન સર્જાય તેવી અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે 20 ડિસેમ્બર બાદ સમગ્ર ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળશે અને આ ઠંડી 20 ફેબ્રુઆરી સુધી યથાવત રહેવાની શક્યતા છે. તમને જણાવી દઈએ કે, નવરાત્રિ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો જેના કારણે અમદાવાદ સહિત અનેક ગરબા પંડાલમાં ગરબાનું આયોજન મોકુફ રાખવામાં આવ્યું હતું જેને લઈ ખેલૈયાઓ નિરાશ થયા હતા.

અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |