અંબાલાલ પટેલની વાવાઝોડાને લઈ સૌથી મોટી આગાહી

WhatsApp Group Join Now

Ambalal Patel biggest prediction : અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે અને લો પ્રેશર ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન બનવાની શક્યતાઓ છે. જોકે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે હળવા પ્રકારનું વાવાઝોડું બનશે. દરિયામાં ઉંચા મોજા ઉછળશે અને પવનની ગતિ તે જ રહેશે.

અંબાલાલ પટેલની વાવાઝોડાને લઈ આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે. ભૂ ભાગો પર લો પ્રેશરની અસર વધુ રહેતા કર્ણાટકથી ગોવા સુધીના ભાગોમાં અસર વધુ થશે. જેના કારણે કર્ણાટકથી ઉપરના ભાગોમાં મુંબઈથી આસપાસના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના રહેશે. વલસાડના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના રહેશે.

આ પણ વાચો : ગુજરાતમાં ત્રાટકશે વાવાઝોડું! અંબાલાલની ભયાનક આગાહી

આ ડિપ્રેશન 28 તારીખ બાદ કદાચ મજબૂત થઈ હળવા પ્રકારનું વાવાઝોડું બનવાની શક્યતાઓ છે. જેની અસર સૌરાષ્ટ્રના ભાગો, પાકિસ્તાનના ભાગો અને રાજસ્થાનના ભાગોમાં થઈ ઉત્તર ભારતના ભાગોમાં તેની અસર થવાની સંભાવના છે.

બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું

બંગાળના ઉપસાગરમાં 28 મે આસપાસ વાવાઝોડું બનવાની શક્યતા છે. હાલમાં અંદમાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થવાની આગાહી છે.  આઠમી જૂન આસપાસ દરિયામાં પવનમાં ફેરફાર થશે. ગુજરાત 10 મી જૂન આસપાસ ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

આ પણ વાચો : આજે 12 જિલ્લાઓ સાવધાન, ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

જૂન મહિનામાં કેવો વરસાદ રહેશે? – Ambalal Patel biggest prediction

આ વરસાદથી કૃષિ પાકોમાં જીવજંતુ પડવાની સંભાવના રહેશે. 8 થી 10 જૂનના રોજ પવનની ગતિ ભારે જોવા મળશે અને કાચા મકાનના છાપરા ઉડી જાય તેવો પવન ફુંકાઈ શકે છે. આંધી વંટોળ બાદ રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થઈ શકે છે.

કેરળમાં પણ ચોમાસુ સમય કરતાં વહેલું આવી જશે અને ગુજરાતમાં પણ ચોમાસુ વહેલું આવે તેવી શક્યતા છે. જોકે ગુજરાતમાં ચોમાસાનો વિધિવત વરસાદ પહેલા પણ અરબી સમુદ્રમાં સિસ્ટમ બની તેના કારણે ભારે વરસાદ થઈ શકે છે. Ambalal Patel biggest prediction

Ambalal Patel biggest prediction

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
અંબાલાલ પટેલની વાવાઝોડાને લઈ આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment