અંબાલાલ પટેલની આગાહી : ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા આવામાં કેટલાક ફેરફારો થવાની આગાહી વ્યક્ત કરી છે. જેમાં તેમણે ઉત્તર ભારત પરથી પસાર થનાર વેસ્ટની અસર ગુજરાત, પંજાબ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં થવાની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં ગુજરાતના કયા ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર થશે અને આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગેની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે પવન તાપમાન અને વરસાદ સાહેબ ની બાબતો અંગેની માહિતી આપી છે.
અંબાલાલ પટેલની આગાહી
10 તારીખથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર થવાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 15 તારીખ સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર દેશના ઉત્તરના પર્વતીય પ્રદેશો દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન તેમજ ગુજરાતના ભાગોમાં અસર જોવા મળી શકે છે. જેમાં ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ ની અસર થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
આ પણ વાચો : શિવરાત્રી બાદ ગુજરાતમાં માવઠુ થશે? કે પછી ઠંડી વઘશે કે ગરમી જાણો આગાહી
ભારે પવન પણ ફૂકાશે!
તેઓ આગાહી કરતા જણાવે છે કે, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઝાકળ વર્ષા કે હળવો વરસાદ થવાની શક્યતા છે. આ દરમિયાન પવનની ગતિ વધુ રહેવાની પણ શક્યતા રહેલી છે. મધ્ય ગુજરાતમાં 20 કી.મી પ્રતિ કલાકની ગતિએ પવન રહેશે. કચ્છમાં પણ 20 કિમી ની ઝડપે પવન ફુકાશે. ઉત્તર ગુજરાતમાં 15 થી 20 કિ.મી પ્રતિ કલાક નો પવન ફુકાવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ પવનની ગતિ રહી શકે છે. આંચકા નાં પવનની વાત કરીએ તો 30 કિમી પ્રતિ કલાકે અથવા તો તેની ઉપર જવાની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : કાલથી વાતાવરણ પલટાશે! જાણો શું કહે છે આગાહી કારકો
તારીખ 18 થી 20-21 તારીખ દરમિયાન વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના ભાગોમાં આવવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરે છે. જેની અસર ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં જોવા મળી શકે છે. માર્ચ મહિનામાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હલચલ થવાની પણ શક્યતાઓ આંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલ ની ચક્રવાત ની આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, એપ્રિલ અને મે મહિનામાં બંગાળના ઉપસાગર માં ભારે હલચલ જોવા મળી શકે છે. ચક્રવાત પણ સર્જાવાની શક્યતા છે. આ સાથે અરબસાગરમાં પણ હલચલ જોવા મળી શકે છે. સાથે તાપમાનમાં નજીકના દિવસોમાં થનારા ફેરફારની પણ સંભાવનાઓ અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાચો : આજનું હવામાન કેવું રહેશે? રાજ્યમાં માવઠાની આગાહી, જાણો માવઠું, ઠંડી અને ગરમીની આગાહી
ગુજરાતમાં 10 થી 13 તારીખ દરમિયાન ગરમીનું પ્રમાણ વધશે જે પછી મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે. જોકે ફરી 19 થી 22 માર્ચ દરમિયાન ગરમી નો પારો ચડશે. આ પછી પણ ફરી એકવાર કૃષ્ણ તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતા છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, એપ્રિલ અને મે મહિનામાં બંગાળના ઉપસાગર માં ભારે હલચલ જોવા મળી શકે છે. ચક્રવાત પણ સર્જાવાની શક્યતા છે. આ સાથે અરબસાગરમાં પણ હલચલ જોવા મળી શકે છે. સાથે તાપમાનમાં નજીકના દિવસોમાં થનારા ફેરફારની પણ સંભાવનાઓ અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યા છે.