Ambalal Patel forecast : ધીરે ધીરે રાજ્યના હવામાનમાં પલટો આવતો જણાઈ રહ્યો છે. 24 તારીખે ચોમાસાએ કેરળમાં દસ્તક દીધી, જે પછી હાલ ચોમાસું મુંબઈ પહોંચી ગયું છે. આગામી દિવસોમાં ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન વિધિવત રીતે થઈ જશે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતના હવામાનમાં ફેરફારો સ્પષ્ટ જણાઈ રહ્યા છે. હવામાન વિભાગે પણ ગુજરાતમાં વાતાવરણમાં પલટાની આગાહી કરીને જણાવ્યું છે કે આગામી 2 દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે 50-60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

આગામી દિવસોમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદ નોંધાશે.
ગુજરાતમાં તોફાની વરસાદની અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં આગામી દિવસોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરી દીધી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે હવે ચોમાસું ગુજરાત નજીક પહોંચવાની શક્યતા છે. સાથે જ ગુજરાતમાં અંધારિયો વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર, રાજ્યમાં 7થી 9 તારીખ સુધી અંધારિયો વરસાદ થવાની સંભાવના છે. સાથે જ તેમણે જણાવ્યું કે 10 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે. રાજ્યમાં તોફાની વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ચોમાસું પહેલા પ્રવેશ કરી શકે છે.
આ પણ વાચો : આજે 13 જિલ્લામાં સાવધાન, આજે વરસાદ ભુક્કા કાઢશે!
મહારાષ્ટ્રમાં વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે 28થી 30 જૂન સુધી મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે વરસાદ પડી શકે છે. સાથે જ વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની આગાહી છે. આ સિવાય દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના રહેશે. અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું કે આ દરમિયાન દરિયો ભારે તોફાની બની શકે છે. સાથે જ વડોદરા, ખંભાત, ભરૂચ અને પેટલાદના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.
આ પણ વાચો : આજે રાત્રે 12 જિલ્લામાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી
30 અને 31 તારીખમાં ભારે આગાહી – Ambalal Patel forecast
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર, 30 અને 31 તારીખે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર ભારતમાં 80 થી 90 કિલો મીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ ભારે પવન ફુંકાઈ શકે છે. પવન 50 થી 60 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા, તેમજ કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. ભારે પવનને કારણે ઉભા પાકોને નુકસાન થઈ શકે છે. પશુપાલકોએ પોતાના પશુઓનું ધ્યાન રાખવું.

અગત્યની લિંક – Ambalal Patel forecast
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |