Ambalal Patel forecast : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસા અને વરસાદને લઈ નવી આગાહી કરી છે. ચોમાસાની સિસ્ટમ 11 જૂનથી આગળ વધવાની સંભાવના રહેશે. અંબાલાલના જણાવ્યા મુજબ, ધીમે-ધીમે ચોમાસું ગુજરાતમાં આગળ વધશે. અરબી સમુદ્રમાં એક મોટી સિસ્ટમ બની રહી છે. બંગાળ ઉપ સાગરમાં પણ એક સિસ્ટમ બની રહી છે. આ બંને સિસ્ટમના કારણે 13થી 19 જૂનમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે.

22 જૂન સુધીમા ગુજરાતમાં તમામ જિલ્લામાં ચોમાસું બેસી જશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ચોમાસુ ગુજરાતની નજીક પહોંચ્યુ છે. 12 જૂન સુધીમાં મહારાષ્ટ્રમાં હળવો વરસાદ થશે. 15 થી 18 જૂન મુંબઇના અનેક વિસ્તારોમાં વરસાદ થશે. અંબાલાલ પટેલે કહ્યું કે 10 જૂનથી મહારાષ્ટ્રમાં ચોમાસુ ફરી સક્રિય થશે. 12 થી 15 જૂન દરમિયાન અમરેલી, જૂનાગઢ , ભાવનગર અને બોટાદમાં વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : હવે પાછું ક્યારે સક્રિય થશે ચોમાસું? વાવણી ક્યારે થશે? જાણી લો અંબાલાલની તારીખ સાથે આગાહી
13 થી 22 તારીખમાં ભારે આગાહી
આ બે સિસ્ટમના કારણે સમુદ્રના ભેજવાળા પવનો ઉપર જશે. બંગાળ ઉપસાગર તરફ દોઢ કિલોમીટર ઉપરના પવનોની સ્થિતિ સારી છે. ગુજરાતમાં 13થી 22માં ગુજરાતના કેટલાંક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે.
આ બે સિસ્ટમના કારણે સમુદ્રના ભેજવાળા પવનો ઉપર જશે. બંગાળ ઉપસાગર તરફ દોઢ કિલોમીટર ઉપરના પવનોની સ્થિતિ સારી છે. ગુજરાતમાં 13થી 22માં ગુજરાતના કેટલાંક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે.
આ પણ વાચો : આજે 24 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત, ભરૂચ, જંબુસર, અંકલેશ્વર, નવસારી જેવા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને પૂર્વીય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થશે. તો કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થશે. આ ઉપરાંત પવનનું જોર રહેશે જેથી ચોમાસુ નજીક છે.
ચોમાસું ક્યારે આવશે ? – Ambalal Patel forecast
ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે, દક્ષિણપશ્ચિમ ચોમાસું 12 થી 18 જૂનની વચ્ચે શરૂ થઈ શકે છે. IMD ના એક અધિકારીએ જણાવ્યું હતું કે 12-13 જૂનના રોજ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની શકે છે. જોકે, વિવિધ મોડેલોને કારણે હજુ પણ કેટલીક અનિશ્ચિતતાઓ છે. કેટલાક નિષ્ણાત સિસ્ટમ બનવા માટે આશાવાદી છે તો કેટલાક નથી.
IMD મધ્ય ભારત, મહારાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં (જ્યાં ચોમાસુ પહેલેથી જ આવી ગયું છે) સારા વરસાદની અપેક્ષા રાખે છે. ચોમાસાની ધીમી પ્રગતિને કારણે દુષ્કાળનો સામનો કરી રહેલા વિસ્તારો માટે આ આગાહી આશાનું કિરણ લઈને આવી છે.

અગત્યની લિંક – Ambalal Patel forecast
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આ બે સિસ્ટમના કારણે સમુદ્રના ભેજવાળા પવનો ઉપર જશે. બંગાળ ઉપસાગર તરફ દોઢ કિલોમીટર ઉપરના પવનોની સ્થિતિ સારી છે.