અંબાલાલ પટેલની આગાહી : અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આગ ઉગળતી ગરમી પડી રહી છે. એવામાં જાણીતા ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.
પશ્ચિમી વિક્ષોપ આવવાની આગાહી
જે બાદ એપ્રિલ મહિનામાં વાદળવાયુ આવવાની શક્યતા છે. 8 એપ્રિલે ગુજરાતમાં ફરીથી પશ્ચિમી વિક્ષોપની શક્યતા છે. જેના કારણે 12 એપ્રિલથી ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. જેથી 12 એપ્રિલથી થી 14 એપ્રિલના ત્રણ દિવસના સમયગાળામાં રાજ્યના કોઈ પણ વિસ્તારમાં આંધી-વંટોળ સાથે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે. આ દરમિયાન ગુજરાતના કોઈ-કોઈ ભાગમાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી કરી છે.
આ પણ વાંચો : એપ્રિલના બીજા અઠવાડિયા માટે પરેશ ગોસ્વામીની ભયંકર આગાહી દે
27 થી 29 એપ્રિલમાં આગાહી
અંબાલાલ પટેલની આગાહી : એપ્રિલની 16 તારીખથી પુન: પશ્ચિમી વિક્ષોપની શક્યતા છે. જ્યારે આગામી 27 એપ્રિલથી 29 એપ્રિલ દરમિયાન આંધી-વંટોળનું પ્રમાણ વધવાની શક્યતા છે. આમ એપ્રિલ મહિનામાં ગુજરાતના ભિન્ન-ભિન્ન ભાગોમાં આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં ફરી ડિસ્ટર્બન્સવાળી આગાહી: જાણો એપ્રિલ મહિનાની આગાહી
હવામાન વિભાગની આગાહી
બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા વધતી જતી ગરમીને જોતા બનાસકાંઠા અને આણંદ જિલ્લામાં યેલો એલર્ટ આપવામાં જાહેર કરાયું છે. આ સિવાય આગામી 5 દિવસ ગુજરાતના સરેરાશ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહિવત્ હોવાનું હવામાન વિભાગે જણાવાયું છે.
એપ્રિલની 16 તારીખથી પુન: પશ્ચિમી વિક્ષોપની શક્યતા છે. જ્યારે આગામી 27 એપ્રિલથી 29 એપ્રિલ દરમિયાન આંધી-વંટોળનું પ્રમાણ વધવાની શક્યતા છે.