હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી સામે આવી છે જેમાં તેમનું અનુમાન છે કે, 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી વરસાદ પડશે અને ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યકત કરાઈ છે, દક્ષિણ ગુજરાતમાં આજથી વાતાવરણમાં પલટો આવશે અને ભરુચ અને સુરતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

અંબાલાલ પટેલની નવી આગાહી
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, જૂનાગઢ, મહુવા, રાજકોટ, જામનગર, અમરેલી, બોટાદ, મધ્ય,ઉત્તર, પૂર્વ ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, સમી, હારીજ અને કલોલમાં વરસાદની શક્યતા છે, ઓક્ટોબરમાં નવી વરસાદી સિસ્ટમ બનતા વરસાદ પડી શકે છે અને ઉ.ગુજરાતમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીએ પહોંચશે.
આ પણ વાચો : નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગડશે, બે સિસ્ટમ સક્રિય થતાં IMDની ભારે આગાહી
વરસાદની નવી સિસ્ટમ બનશે : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, નવરાત્રિમાં ગરમી સાથે વરસાદી માહોલ રહેશે અને છઠ્ઠા નોરતાથી દશેરા સુધી વરસાદી ઝાપટાં પડી શકે છે, દિવાળી આસપાસ વાદળછાયું વાતાવરણ રહેશે અને નવેમ્બરની શરૂઆત સુધી વરસાદી અસર રહી શકે છે. વરસાદની અસર દરિયામાં પણ જોવા મળશે કેમકે, બંગાળના ઉપસાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે જેના કારણે દરિયામાં મોટા મોજા ઉછળી શકે છે અને આ વરસાદની આગાહી સપ્ટેમ્બરના મહિનાના અંત સુધીની છે.
26 થી 30 તારીખમાં ભારે વરસાદની આગાહી
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તે સિવાય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે તેમજ પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે, અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે, સાથે સાથે ભારે વરસાદના કારણે તાપી, નર્મદા અને સાબરમતી નદીમાં જળસ્તર વધશે અને ખેડૂતો વરસાદમાં વાવેતર કરશે તો તેમને પણ પાક સારો મળી શકશે.

અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |