અંબાલાલ પટેલે કરી ઝાકરી વરસાદની આગાહી, મઘા નક્ષત્રમાં શું થશે? – Ambalal Patel has predicted rain what will happen in Magha constellation
રાજ્યમાં હાલ વરસાદી ઝાપટા પડી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે તેને અંગે પણ અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઝાકરી વરસાદની વાત કરી છે. ઝાકરી વરસાદ એટલે ઝરમર વરસાદ. અંબાલાલ પટેલે ઝાકરી વરસાદની આગાહી કરી છે. આગામી 24 કલાકમાં વરસાદી ઝાપટા થઈ શકે છે.
આ ૫ણ વાચો : દક્ષિણ ગુજરાત પર અપર લેવલ સર્ક્યુલેશનઃ 5 દિવસ વરસાદ રહેવાની આગાહી, ચેતવણી અપાઈ નથી
તેમના જણાવ્યા અનુસાર, 16થી 18 ઓગસ્ટમાં વરસાદી વહન સક્રિય થશે. 20થી 22 ઓગસ્ટમાં બંગાળ ઉપસાગરનું વહન સક્રિય થતાં વરસાદ સારું રહે તેવી શક્યતા છે. 17 ઓગસ્ટ બાદ મઘા નક્ષત્ર શરુ થશે એટલે મઘા નક્ષત્રમાં વરસાદ થાય તો પાક માટે સારુ ગણાય છે. ઝાકરી વરસાદ ઓગસ્ટમાં આવે તો વરસાદનું જોર ગણવું. 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર વચ્ચે ઝાકરી વરસાદ આવે તો ચોમાસુંપૂર્ણતા તરફ વળી રહ્યું હોય તેવું માનવામાં આવે છે.
હવામન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ઝાકરી વરસાદ આવ્યો છે. ઝાકરી વરસાદ એટલે ઝરમર વરસાદ. જેના કારણે આગામી 24 કલાકમાં વરસાદી ઝાપટા વધશે.
તેમજ 16થી 18 ઓગસ્ટના વરસાદી વહન સક્રિય થશે અને 20થી 22 ઓગસ્ટમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને રિજીયન ગુજરાતમાં વરસાદ થશે. 20થી 22 ઓગસ્ટમાં બંગાળ ઉપ સાગરનું વહન સક્રિય થતાં વરસાદી ટ્રફની સ્થિતિ નજીક આવતા વરસાદ સારો થશે. 17 ઓગસ્ટ બાદ મઘા નક્ષત્ર શરૂ થશે એટલે મઘા નક્ષત્રમાં વરસાદ થાય તો કૃષિ પાક માટે પાણી સારું ગણાય છે.
આ ૫ણ વાચો: સિસ્ટમ એક્ટિવ ન હોવાથી ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની આગાહી નથી
જળ રાશિ ચંદ્ર રાશિ વૃષભથી કર્ક રાશિમાં ગ્રહોની સ્થિતિ જોતા વરસાદી ઝાપટા આપી શકે છે. 20 ઓગસ્ટથી વરસાદ આવશે તે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે તેના કારણે વરસાદ આવશે.
અત્યારે ઝાકરી વરસાદ ઓગસ્ટમાં આવે તો વરસાદનું જોર ગણવું અને 27 સપ્ટેમ્બરથી 10 ઓકટોબર વચ્ચે ઝાકરી વરસાદ આવે તો ચોમાસું સમાપ્ત તરફ થઈ રહ્યું હોય તેવું ગણવામાં આવે છે. અત્યારે ઝાકરી વરસાદ આવી રહ્યો છે. એટલે કે વરસાદનું જોર વધે તેવું માનવમાં આવે છે.