25 તારીખથી નવો વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

Ambalal Patel : ચોમાસુ વિદાય તરફ જઈ રહ્યું છે તેમ છતાં પણ સપ્ટેમ્બર મહિનાનાં અંતમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ શકે છે. જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે.

આ પણ વાચો : 21 થી 26 સપ્ટેમ્બરમાં વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગ, અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામીની આગાહી

અંબાલાલ પટેલ ની નવા રાઉન્ડ ની આગાહી – Ambalal Patel

અંબાલાલે જણાવ્યું છે કે, હાલ તો રાજ્યમાં ભાદરવાના તડકો પડી રહ્યો છે. પરંતુ આગામી દિવસોમાં ફરી સિસ્ટમ સક્રિય થઈ શકે અને વરસાદી માહોલ સર્જાશે. દક્ષિણ ચીનમાં બનતા વાવાઝોડાના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા સિસ્ટમ સક્રિય થઈ શકે છે. ઓરિસ્સાના ભાગોમાં મધ્ય પ્રદેશના ભાગોમાં થઈને ગુજરાતમાં આવે તેવું અનુમાન છે અને અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે. જેના કારણે ગુજરાતમાં વાતાવરણ પલટો આવશે અને વરસાદી માહોલ સર્જાઇ શકે છે.

આ પણ વાચો : 20, 21 અને 22 તારીખમાં હળવાથી મઘ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગનું પૂર્વાનુમાન

25 સપ્ટેમ્બરથી વરસાદની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલે આગાહી કરી છે કે, હજુ રાજ્યમાંથી વરસાદ ગયો નથી. 22 સપ્ટેમ્બર સુધીમાં જુદા જુદા ભાગોમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. 25 સપ્ટેમ્બરથી હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. 27 થી 30 સપ્ટેમ્બરના ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. મધ્ય ગુજરાત, આણંદ, વડોદરા, ખેડા અને અમદાવાદના ભાગોમાં પણ વરસાદ પડવાની આગાહી છે. પંચમહાલના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે.

આ પણ વાચો : 24 તારીખથી વરસાદનો છેલ્લો ધમાકેદાર રાઉન્ડ શરૂ! પરેશ ગોસ્વામીની વરસાદ અને ચોમાસાનાં વિદાયની આગાહી

કેટલો વરસાદ પડી શકે છે? – Ambalal Patel

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે. જેમાં સાબરકાંઠા અને બનાસકાંઠાના ભાગોમાં વરસાદની આગાહી છે. કોઈ ભાગોમાં ઓછા વરસાદથી 2 થી 4 ઇંચ વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ સાથે જ નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થઈ શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 8 થી 10 ઇંચ વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની આગાહી છે. કચ્છમાં પણ હળવા વરસાદી ઝાપટાંની શક્યતા રહેલી છે.

Ambalal Patel

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
અંબાલાલ પટેલ ની નવા રાઉન્ડ ની આગાહી

27 થી 30 સપ્ટેમ્બરના ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment