આગામી 30 તારીખથી ભારે આગાહી, જાણો ક્યાં-ક્યાં આંધી-વંટોળ સાથે પ્રિમોનસૂનનો વરસાદ થશે

WhatsApp Group Join Now

અંબાલાલ પટેલની આગાહી : ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આખો દિવસ ભારે ઉકળાટ અને સાંજ થતાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આગામી 30 તારીખથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને કેટલાક વિસ્તારમાં ભારે ગાજવીજ અને આંધી-વંટોળ સાથે પ્રિમોનસૂનનો વરસાદ થવાની શક્યતા છે.

30 તારીખથી હવામાન બદલાશે! – અંબાલાલ પટેલની આગાહી

હવે પ્રિમોનસૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે. આ પ્રિમોનસૂન એક્ટિવિટીમાં 30 તારીખથી વાદળો આવવાની સંભાવના રહેશે. મે મહિનાની 10 થી 11 તારીખ સુધીમાં ગુજરાતનાં કેટલાક ભાગોમાં ભારે ગાજવીજ, આંધી અને વંટોળો સાથે કમોસમી વરસાદ થવાની શક્યતા છે. આ વરસાદમાં ભારે પવન ફુંકાઈ શકે છે. જેને લીધે બાગાયતી પાકોને નુકસાન થઈ શકે છે.

આ પણ વાચો : આ તારીખથી વાવાઝોડા સાથે ગુજરાતમાં વરસાદ તૂટી પડશે,  અંબાલાલ પટેલની મોટી આગાહી

3 તારીખ થી તૈયાર રહેજો – અંબાલાલ પટેલની આગાહી

આગામી 3 મેથી રાધનપુર, સમી, હારીજ, બનાસકાંઠા, કલોલ, વિરમગામ, કચ્છ, મહેસાણા, કડી, રાજકોટ, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. ખાસ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગમાં હવામાનમાં પલટો આવી શકે. આમ 3 મેથી 11 મે દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં ગાજવીજ, આંધી-વંટોળ સાથે પ્રિમોનસૂનનો વરસાદ થવાની શક્યતા છે.

અંબાલાલ પટેલની આગાહી

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
પ્રિમોનસૂન એક્ટિવિટીનો વરસાદ કયારે શરુ થશે?

હવે પ્રિમોનસૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે. આ પ્રિમોનસૂન એક્ટિવિટીમાં 30 તારીખથી વાદળો આવવાની સંભાવના રહેશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment