Heavy rain forecast : ગુજરાતમાં હાલ ઉત્તર-પશ્ચિમ ઉત્તરના પવન ફુકાતા જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીએ પહોંચ્યું છે. આ સાથે જ, આગામી 4 દિવસ માટે તાપમાન યથાવત રહેવાની આગાહી કરવામાં આવી રહી છે. જેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે આગામી 21 મે બાદ ગરમીમાંથી રાહત મળે તેવી શક્યતા છે. આ સાથે જ, પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત જોવા મળશે. 21 મે બાદ હવામાનમાં પલટો જોવા મળશે. 24 તારીખે વાદળછાયું વાતાવરણ સર્જાશે. 26 થી 30 મેના વરસાદ થવાની શક્યતા છે, ત્યાર બાદ 4 જૂન સુધી વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.
આ પણ વાચો : 15 દિવસોમાં 2 વાવાઝોડા ત્રાટકશે? જાણો વાવઝોડાની તારીખો..
Heavy rain forecast : અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, 24 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થવાની શક્યતા અને દક્ષિણ પૂર્વીય તટ પર 30 મે સુધીમાં વાવાઝોડું સક્રિય થઈ શકે છે. આ ઉપરાંત, વાવાઝોડાની પવનની ગતિ તેજ જોવા મળશે. અરબ સાગરમાં મે મહિનાની અંત અને જૂન મહિનાની શરૂઆતમાં વાવાઝોડું થવાની શક્યતા છે. 8 જૂનથી દરિયામાં પવનમાં ફેરફાર અને તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. મૃર્ગશિષ નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલે જણાવી છે.
17 થી 18 જૂનમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ
અંબાલાલે વધુમાં કહ્યું કે, 17 થી 28 જૂન દરમિયાન પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા છે. આ સમય ગાળામાં તેજ ગતિના પવન જોવા મળશે. જુલાઈ ઓગસ્ટમાં સારો વરસાદ પડવાની શક્યતા અને ચોમાસુ સારુ રહેેવાની શક્યતા છે.
આ પણ વાચો : વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર કઈ તારીખે? કયુ વાહન?
આ ઉપરાંત, 28 મેથી વરસાદ થવાની શક્યતા છે. પરંતુ આ નિયમિત ચોમાસુ કહી શકાય તેમ નથી. હવામાનના આંકલન બાદ નિયમિત ચોમાસાની ગણતરી થતી હોય છે. ચોમાસુ બેસે તે પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ થવાની શક્યતા છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
અંબાલાલે વધુમાં કહ્યું કે, 17 થી 28 જૂન દરમિયાન પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા છે. આ સમય ગાળામાં તેજ ગતિના પવન જોવા મળશે.