અંબાલાલ ૫ટેલની આગાહી : ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અને જ્યોતિષ શાસ્ત્રના જાણકાર અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે ગુજરાત સાથે દેશમાં હવામાનમાં કેવા ફેરફારો થશે તે અંગેની શક્યતાઓ વ્યક્ત કરી છે. તેમણે આંધી, વંટોળ અને કરા સાથે વરસાદની સંભાવનાઓની આગાહી કરી છે. રાજ્યમાં હવામાનમાં હોળી દરમિયાન હવામાન કેવું રહી શકે છે. તેની પણ આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યકત કરાઇ છે. ગઈકાલની સરખામણીમાં આજે અમદાવાદ સહિતના ભાગોમાં તાપ ઓછો જોવા મળ્યો હતો.પરંતુ આગામી દિવસોમાં મહત્તમ તાપમાનનો પારો 40 થી 41 ડિગ્રીએ પહોંચવાની શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ
અંબાલાલ ૫ટેલની આગાહી : ગુજરાતમાં આવતીકાલથી તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આજે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ હતું જેના કારણે ગરમીનું પ્રમાણ ઘટ્યું હતું પરંતુ ફરી 22 તારીખથી તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં આકરા તાપનો અનુભવ થઈ શકે છે.
આ પણ વાચો : આગામી 5 દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે? હવામાન વિભાગે કરી આગાહી જાહેર
મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનનો પારો 40થી 41 ડિગ્રી જવાની શક્યતાઓ પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે. જોકે, સવારે અને સાંજના સમયે ઠંડક અનુભવાઈ શકે છે.
આ પણ વાચો : આજે ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા?
ગુજરાતમાં કચ્છ સહિતના ભાગોમાં એપ્રિલ મહિનામાં આંધી-વંટોળવાળું હવામાન રહેવાની શક્યતાઓ અંબાલાલ વ્યક્ત કરી રહ્યા છે. જેની અસર કેરી પાક પર પણ પડી શકે છે. હોળી દરમિયાન ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે પવનો ફૂંકાવાની સંભાવનાઓ તેમણે વ્યક્ત કરી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
એપ્રિલ માસની શરુઆતના પખવાડિયામાં દેશના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ પણ અંબાલાલે વ્યક્ત કરી છે. જેમાં દેશના ઉત્તર-પૂર્વથી મધ્યપ્રદેશના પૂર્વ સુધીના ભાગમાં હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ છે. દેશના પૂર્વના ભાગોમાં કરા સાથે વરસાદ થવાની પણ સંભાવનાઓ છે.