Ambalal Patel : રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 25 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદને પગલે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે. આ સાથે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે. તો ચાલો જાણીએ આજે ક્યાં-ક્યાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આપી છે.

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની વાત કરીએ તો, આજે 20મી તારીખે ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાચો : 20, 21 અને 22 તારીખમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
આજે 20મી તારીખે આખા રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.
પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, અરબ સાગરમાંથી સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત પર આવ્યું છે. જેના કારણે ચોમાસાને ખેંચી લાવ્યું છે. જેના લીધે 20મી તારીખે રાજ્યમાં સારા વરસાદની સંભાવના છે. જેમાં બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં સામાન્ય કરતાં વધારે વરસાદ આવનારા બે દિવસ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, બીલીમોરા, બારડોલી, નવસારી, વાપી, વલસાડમાં સામાન્યથી ભારે વરસાદ આવનારા બે દિવસ સુધી નોંધાય તેવી શક્યતાઓ છે. આ સાથે વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા, ખંભાતમાં સામાન્ય કરતાં ભારે વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળશે. કચ્છમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આવનારા બે દિવસમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગર જેવા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

અગત્યની લિંક – Ambalal Patel
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |