Ambalal Paresh Goswami : ગુજરાતમાં હાલમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. હવ ખેડૂતો મેઘરાજા ખમૈયા કરે તેની રાહ જોઇ રહ્યા છે. જો કે મેઘરાજ ખમૈયા કરે તેવી શક્યતાઓ ખુબ જ ઓછી દેખાઇ રહી છે. હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાંતો પણ માની રહ્યા છે કે, આ મહિને પણ વરસાદ વિરામ લે તેવી શક્યતાઓ ઓછી છે. વત્તા ઓછા પ્રમાણમાં પણ સમગ્ર રાજ્યમાં વરસાદ આવ્યા જરૂર કરશે..

વરસાદ વિરામ લેશે કે કેમ?
Paresh Goswami Rain Forecast : રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી નવી આગાહી સામે આવી છે. મહત્વનું છે કે, જૂન મહિનો પૂર્ણ થયા બાદ હવે આજથી જુલાઇ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. જૂન મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહીત રાજ્યભરમાં સારો એવો વરસાદ પડ્યો છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, આ વર્ષે જૂના મહિનામાં સામાન્ય કરતાં 30 ટકા વધુ વરસાદ પડ્યો છે. જ્યારે જુલાઈ મહિનાની 3-4 તારીખ સુધી છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે, આગામી 5થી 10 જુલાઈ વચ્ચે વધુ એક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે.
આ પણ વાચો : આજે રાત્રે 28 જિલ્લા સાવધાન, જાણો ક્યાં ક્યાં જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
બંગાળના ઉપસાગરમાં વધારે એક સિસ્ટમ સક્રિય
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવતાં તેનો લાભ ગુજરાતને મળશે. આગાહી પ્રમાણે આ સિસ્ટમ કદાચ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પરથી પસાર થાય અથવા ઉત્તર ગુજરાત પરથી પસાર થઈ શકે છે. જોકે એક વાત એ પણ છે કે, આ બન્ને કિસ્સામાં કચ્છને સારા વરસાદનો લાભ મળી શકે છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું હતું કે, આવનારી સિસ્ટમ ગુજરાતના 70થી 80 ટકા વિસ્તારને લાભ આપે તેવી શક્યતાઓ છે. જોકે આ સિસ્ટમ ગુજરાત નજીક આવીને કેટલી મજબૂત બને છે અને ક્યાંથી પસાર થશે, તેના આધારે વધુ અનુમાન લગાવી શકાશે.
કેવો રહેશે જુલાઇ મહિનો ? – Ambalal Paresh Goswami
પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું હતું કે જૂન મહિના જેમ વરસાદની દ્રષ્ટિએ સારો રહ્યો છે તેમ જુલાઈ મહિનો પણ સારો રહેશે. આ સાથે તેમણે કહ્યું કે, હજુ ઘણો વરસાદ પડવાનો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે એટલે કે 6 જુલાઇ 2025 અને મંગળવારના રોજ અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. જેને લઈ હવામાન વિભાગ દ્વારા આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાચો : જુલાઈના અંત સુધી કેવું રહેશે ચોમાસું? ક્યાં ક્યાં જળ હોનાતર થશે? અંબાલાલ પટેલની આજની આગાહી
અંબાલાલ પટેલે પણ કરી ડરામણી આગાહી
Ambalal Patel: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ ભારે વરસાદની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની તીવ્રતા વધુ રહેવાની શક્યતા છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં આજે ભારે વરસાદની સંભાવના છે. તેઓએ વધુમાં જણાવ્યું કે 15 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ચોમાસું સક્રિય રહેશે અને ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યભરમાં ધીમે ધીમે વરસાદનું જોર વધશે અને સમગ્ર મોસમ દરમિયાન હળવાથી લઈને ભારે વરસાદના દ્રશ્યો જોવા મળી શકે છે. 18, 19 અને 20 જુલાઈ દરમિયાન વરસાદ થોડોક વિરામ લેશે, પરંતુ 24 થી 30 જુલાઈના અઠવાડિયામાં ફરીથી ગુજરાતમાં વરસાદ સક્રિય થઈ શકે છે.
15 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના
12થી 15 જુલાઈ સુધીમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગો ઉપરાંત ઉત્તર ગુજરાત-મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે.
હવામાન વિભાગને કરી આગાહી રાજ્યનાં હવામાન વિભાગ દ્વારા રાજ્યના 12 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે 12 જિલ્લામાં વરસાદને લઈને ઓરેન્જ અને યલો એલર્ટ અપાયું છે. અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. દમણ અને દાદરા નગરહવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે. રાજકોટ, બોટાદ, ગીર સોમનાથ, આણંદમાં યલો એલર્ટ અપાયું છે. ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટ અપાયું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |