ખેલૈયાઓ નોંધી લો, વરસાદ આ તારીખોમાં બગાડશે નવરાત્રિની મજા! અંબાલાલ પટેલની આગાહી

WhatsApp Group Join Now

Ambalal Patel predict : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. તો બીજી બાજુ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે. કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાંથી ચોમાસા એ વિદાય લઈ લીધી છે. એ સાથે જ દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયેલો છે. જે આજથી થોડું હળવું પડશે. ત્યારે ગુજરાતમાં હવે નવરાત્રિના દિવસોમાં કેવું હવામાન રહેશે અને વરસાદ પડશે કે નહીં તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે.

આ પણ વાચો : હજી તરબોળ કરે તેવો વરસાદ બાકી છે! જાણો અંબાલાલ પટેલની નવી આગાહી

તમામ ગુજરાતીઓ નવરાત્રિના શોખીન છે. એટલે બધાને જ જાણવામાં રસ છે કે, આ વખતની નવરાત્રિમાં મેઘરાજા ગરબાની મજા બગાડશે કે નહીં. આ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, હવે 30 સપ્ટેમ્બરથી તડકો નીકળશે અને ભારે અકળામણ અનુભવાશે. જોકે વરસાદ રહેતાની સાથે જ ભાદરવાના તડકાનો એહસાસ જોવા મળશે.

આ પણ વાચો : નવરાત્રિના નવે નવ દિવસની આગાહી, અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

અંબાલાલ પટેલની આગાહી – Ambalal Patel predict

હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 30 સપ્ટેમ્બરથી વાદળાંઓ હટવા લાગશે અને અકળામણ અનુભવાય તેવો તડકો પડી શકે છે. પરંતુ નવરાત્રીની શરૂઆતમાં હસ્ત નક્ષત્રના કારણે ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે. તેમ જ નવરાત્રીના મધ્ય ભાગમાં તડકો પડશે અને નવરાત્રીના અંતમાં ફરી એક વખત ચિત્રા નક્ષત્રને કારણે પણ વરસાદ થવાની શક્યતા છે.

આ પણ વાચો : ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે? જાણો હવામાન વિભાગની આગાહી

3 થી 5 તારીખમાં હળવો વરસાદ! – Ambalal Patel predict

હવામાન નિષ્ણાતે વધુમાં જણાવ્યુ છે કે,  3 થી 5 ઓક્ટોબર દરમિયાન હળવો વરસાદ પડવાની શક્યતા છે. ચિત્રા નક્ષત્રમાં 7 થી 12 ઓક્ટોબરમાં મધ્ય ગુજરાતમાં થોડો વધુ વરસાદ પડી શકે છે. દરિયા કિનારાના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં 10 થી 12 ઓક્ટોબરે હળવા ઝાપટાની પડવાની શક્યતા રહેલી છે.

હવામાન નિષ્ણાતે વધુમાં જણાવ્યુ છે કે, શરદપૂર્ણિમાની રાતે શ્યામ વાદળોમાં ચંદ્ર ઢંકાયેલો હશે તો ચક્રવાત થવાની શક્યતા છે. શરદ પૂર્ણિમા પછી પણ વરસાદી છાંટા જોવા મળશે. ઓક્ટોબર મહિનામાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા છે. ચોમાસાની વિદાય બાદ પણ વરસાદ જોવા મળશે. જોકે ચોમાસુ નવરાત્રિમાં વરસાદની આગાહીને લઈ આયોજકો અને ખેલૈયાઓ ચિંતિત થઈ રહ્યા છે તો સાથે જ ચોમાસુ પાક પણ તૈયાર થઈ ગયો છે અને પાછોતરા વરસાદની આગાહીને લઈ ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે.

Ambalal Patel predict

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
3 થી 5 તારીખમાં હળવો વરસાદ!

3 થી 5 ઓક્ટોબર દરમિયાન હળવો વરસાદ પડવાની શક્યતા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment