બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય, અતિભારે પવન સાથે વરસાદની શક્યતા – Another system active in Bay of Bengal
મિત્રો વરસાદનો ત્રીજો રાઉન્ડ વધુ આકરો બની શકે તેવા એંધાણ મળી રહ્યા છે. બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. ત્યારે રાજ્યના ખેડૂતોને પણ સવાલ છે કે શું હાલો પ્રેશર સિસ્ટમ ગુજરાત પર ભારે અસર કરશે? આગાહી કારક આંબાલાલ પટેલ સહિત ખાનગી હવામન સંસ્થાઓએ પોતાનો પક્ષ રજુ કર્યો છે.
બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય
બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ સિસ્ટમના કારણે 19 તારીખથી 23 તારીખ સુધી ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે નિષ્ણાતોના મતે હાલ આ લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાં સર્જાઇ છે. જેના કારણે ગુજરાત સહિત દેશના અન્ય ભાગોમાં પણ ભારે અસર દેખાડશે.
જોકે આ લો પ્રેશર સિસ્ટમ રાજ્ય માટે વધુ આક્રમક અંદાજમાં આગામી દિવસોમાં વરસાદના સંજોગો ઉભા કરી શકે છે જેથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. કેમકે આ વાતનો પુરાવો માત્ર ખાનગીમાં હવામાન સંસ્થા જ નહીં આપતી પરંતુ ગુજરાતના જાણીતા સચોટ આગાહીકારક અંબાલાલ પટેલ પણ આપી રહ્યા છે તેમણે આ સિસ્ટમને લઈને ભારે આગાહી કરી છે.
લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન
બંગાળની ખાડીમાં થઈ રહેલી સતત હલચલ ના કારણે ચોમાસામાં એક નહીં અનેક લોપ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યા છે. જેના કારણે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં મેઘરાજાએ પોતાનું તોફાની બેટિંગ જુલાઈમાં જ બતાવી દીધી છે. ત્યારે આવી જ ફરી તોફાની બેટિંગ ની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
વાવાઝોડા જેવો વરસાદ
તારીખ 18 બાદ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ સુધી આ ડીપ ડિપ્રેશન પહોંચી જશે. જેના કારણે ફરી વાવાઝોડા જેવો વરસાદ ગુજરાતના કેટલાક ભાગોમાં થવાની શક્યાતાઓ છે. જેમાં અતિભારે પવન પણ કેટલાક ભાગોમાં ફૂંકાઈ શકે છે.
સત્તર કે અઢાર જુલાઈની વાત માત્ર ખાનગી હવામાન સંસ્થા કે અંબાલાલ પટેલ જ નહીં પરતું ખુદ હવામાન વિભાગ પણ કરી રહ્યુ છે. સાથે જ આગામી 4 દિવસમાં દક્ષિણ ગુજરાતના નવસારી, વાપી, વલસાડ સહિતના ભાગોમાં ભારે વરસાદ રહેવાની શક્યતા છે. જેમાં અતિ ભારે ગાજવીજ સાથે સાથે મેઘરાજા દક્ષિણ ગુજરાતને ધમરોળી શકે છે.
જો કે હાલ કેટલાક જિલ્લાના ખેડૂતો વરાપની રાહ જોઈને બેઠા છે. તેવામાં ફરી વરસાદના તોફાની અને મૂશળધાર રાઉન્ડની આગાહી આવતા ખેડૂતો અને તેમનો વાવેલો પાક મુશ્કેલીમાં મુકાઈ શકે તેવા એંધાણ છે. સાથે જ ક્યાંક જળ તરબોળ થવાની પણ સંભાવના છે. જેથી સ્થાનિક તંત્રએ પણ એલર્ટ મોડમાં રહેવું પડશે.