એક સપ્તાહ બાદ ગુજરાતમાં વરસાદનું આગમન, હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીની આગાહી

WhatsApp Group Join Now

હવામાન વિભાગની આગાહી : આવતા સપ્તાહથી પ્રિમોન્સુન એક્ટિવિટીની સાથે સાથે ગુજરાતમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ થવાની શકયતા છે. આગામી સમયમાં શહેરમાં ભારે પવન પણ ફૂકવાની શક્યતા છે. 20 થી 25 કિમીની ઝડપે પવન ફૂકાશે. ત્યાર બાદ પવનની ગતિમાં વધારો જોવા મળશે.

Paresh Goswami

વાતાવરણમાં આવ્યો પલટો!

છેલ્લા 2 દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે, તાપની સાથે-સાથે તેજ પવન ફૂંકાઈ રહ્યો છે, ત્યારે ગુજરાતના લોકોને ગરમીથી થોડી રાહત થઈ છે. છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવે રાજયના લોકો ચોમાસાના આગમનની રહે છે. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોના હવામાનની આગાહી કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં 5 દિવસ સુધી વાતાવરણ સુકું રહેવાની આગાહી કરી છે. રાજ્યમાં ચોમાસું 15 જૂનથી શરૂ થવાની શક્યતા છે.

આ પણ વાચો : આગમી 6 જૂન સુધીમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

ભારતમાં ચોમાસાની થઈ શરૂઆત

હવામાન વિભાગની આગાહી : ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કેરળ અને ઉત્તરપૂર્વના ભાગોમાં પહોચ્યું છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું 15 જૂને ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે. 15 જૂનથી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થવાની આગાહી કરવામાં આવી રહી છે. જે ગુજરાતમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ છે. જો કે તેમાં ચાર-પાંચ દિવસ આગળ-પાછળ થઈ શકે છે.

આ પણ વાચો : ગુજરાતમાં 15 દિવસ અતિભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલે કરી મેઘ તાંડવની આગાહી

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી

ગુજરાતમાં 16 જૂન સુધીમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 17 જૂનથી આકરી ગરમી પડવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, પવનની દિશામાં બદલાવની સાથે પવનની ઝડપમાં પણ છેલ્લા 2-3 દિવસથી વધારો જોવા મળ્યો છે.

આ પણ વાચો : 1 થી 7 તારીખમાં ક્યાં કયાં જિલ્લામાં કરાઈ આગાહી

25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જેમાં આજથી ઘટાડાની સંભાવના વ્યક્ત કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર પશ્ચિમ દિશાનો પવન ફૂંકાઈ રહ્યા હતા. જે બદલાઈને પશ્ચિમ દિશામાં ફૂંકાઈ રહ્યો છે. આમ થવાને કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે અને વાતાવરણ વાદળછાયું બન્યું છે.

હવામાન વિભાગની આગાહી

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી

ગુજરાતમાં 16 જૂન સુધીમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 17 જૂનથી આકરી ગરમી પડવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment