imd and Ambalal Patel : અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક સારા ઝાપટાં તો ક્યાંક સામાન્ય વરસાદ પડ્યો છે. તો બીજી બાજુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસાદ વરસાવી રહ્યા છે. ગુજરાતમાં વરસાદ લાવે તેવી પાંચ સિસ્ટમ એક્ટિવ મોડ માં છે. જેના કારણે રાજ્યમાં સાંબેલાધાર વરસાદની સંભાવના છે. ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન વિભાગે ક્યાં ક્યાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપી છે તે અંગેની આગાહી જોઈએ. આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ભારેથી અતિભારે વરસાદની સાથે પવનનું જોર વધવાની પણ આગાહી કરી છે. તો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી સાથે જોઈએ કે, ગુજરાતનું હવામાન કેવું રહેશે.

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસે આજે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, તમામ પોર્ટ પર LCS 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સાથે માછીમારોને 24મી ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.
આજે ક્યાં ક્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના મેપ પ્રમાણે, આજે 21 તારીખે એટલે ગુરુવારે દ્વારકામાં રેડ એલર્ટની સાથે અત્યંત ભારે વરસાદની શક્યતા છે. આ સાથે કચ્છ, બનાસકાંઠા, જામનગર, રાજકોટ, પાટણ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. એટલે કે આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી. જ્યારે 22 તારીખે વરસાદની તીવ્રતા ઓછી થતી લાગી રહી છે. આ દિવસે ક્યાંય ઓરેન્જ કે રેડ એલર્ટ આપવામાં આવી નથી.
આ પણ વાચો : 20, 21 અને 22 તારીખમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
અંબાલાલ પટેલની નવી આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ખાસ કરીને પશ્ચિમ ઘાટમાં પવનનું જોર વધશે અને મુંબઈથી સુરત સુધીના દરિયાકાંઠાના વિસ્તારમાં તેજ પવન ફૂંકાશે. આ તીવ્ર પવન અને વરસાદના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવાની જરૂરિયાત રહેશે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે. આ વરસાદ તબાહી સૂચક પણ સાબિત થઈ શકે છે, એટલે ખેડૂતો તથા સામાન્ય જનતાએ ખાસ કાળજી રાખવાની જરૂર છે. વરસાદની તીવ્રતા એટલી હોઈ શકે છે કે શહેરોમાં પાણી ભરાઈ જવાના બનાવો, ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીને નુકસાન તથા પરિવહન વ્યવસ્થામાં ખલેલ પહોંચે તેવી શક્યતાઓ ઊભી થઈ છે. બંગાળના ઉપસાગરમાં એક નવો સિસ્ટમ વિકસાઈ રહ્યો છે, જેના પ્રભાવથી મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ સર્જાશે. આજ સાંજ સુધીમાં અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ઝાપટાં સાથે વરસાદ પડી શકે છે.

અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |