છેલ્લા 24 કલાકમાં 93 તાલુકામાં મેઘ મહેર, જાણો અન્ય કયા-કયા વિસ્તારોને ધમરોળ્યાં – Cloudy in 93 talukas in the last 24 hours
ગુજરાતમાં વરસાદી વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે જેના ભાગરૂપે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ પડ્યો છે ભારે વરસાદને પગલે જણાશેઓમાં નવા નીર ની આવક થઈ છે તો સ્થાનિક નદીઓ માં ભારે પુર જોવા મળી રહ્યા છે આ ઉપરાંત વાવણી કરાયા બાદ ખેડૂતોના કાચા સોના જેવા પાક પર વરસાદ પડતા પાક લહેરાઈ રહ્યા છે જેને લઇને રાજ્યના ખેડૂતો હૈયે હરખાયા હતા.
વરસાદ અંગે છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો સૌથી વધુ કેશોદમાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે.
મેંદરડામાં 3.5 ઈંચ
વાપીમાં સવા 3 ઈંચ વરસાદ
વિસાવદરમાં સવા 3 ઈંચ
ગણદેવીમાં 3 ઈંચ
કપરાડામાં 2.5 ઈંચ
તિલકવાડામાં સવા 2 ઈંચ
ધોરાજીમાં સવા 2 ઈંચ
સુત્રાપાડામાં સવા 2 ઈંચ વરસાદ ખાબક્યો
ઉમરપાડામાં સવા 2 ઈંચ
વંથલીમાં 2 ઈંચ
સુરતમાં 2 ઈંચ
પારડીમાં 2 ઈંચ વરસાદ
પાટણ-વેરાવળમાં પોણા 2 ઈંચ
ભેસાણમાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો