ગુજરાત સહિતના રાજ્યો માટે આગામી 24 કલાક ભારે! ચક્રવાત Dana લાવશે ધોધમાર વરસાદ

WhatsApp Group Join Now

Cyclone Dana : બંગાળની ખાડીમાં ફરી ચક્રવાત બની રહ્યું છે. અમેરિકન અને યુરોપિયન વેધર મોડલ્સે જણાવ્યું કે, ચક્રવાત Dana 24 થી 26 ઓક્ટોબરની વચ્ચે ભારતના પૂર્વ કિનારે ત્રાટકી શકે છે. દક્ષિણ ભારતમાં સતત વરસાદના કારણે ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.

હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી 2-3 દિવસમાં વધુ વરસાદની શક્યતા છે. જયારે દિલ્હી અને ઉત્તર ભારતમાં પણ હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે.

આ પણ વાચો : દિવાળી પહેલા પણ માવઠું? જાણો પરેશ ગોસ્વામીની આગાહી

બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે! – Cyclone Dana

બંગાળની ખાડીમાં ફરી વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે. આ વખતે તેનું નામ Dana છે. ચક્રવાત Dana ને લઈને એલર્ટ જારી કરવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગે કહ્યું કે, દક્ષિણ પશ્ચિમ બંગાળથી લઈને દક્ષિણ ભારતમાં મુશળધાર વરસાદ પડી શકે છે. આ ચક્રવાત 24 થી 26 ઓક્ટોબરની વચ્ચે દરિયાકાંઠે ત્રાટકી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ભારત, બાંગ્લાદેશ અને મ્યાનમાર આનાથી સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે. જયારે સતત વરસાદને કારણે દ્વીપકલ્પીય ભારતની સ્થિતિ ખરાબ છે. ચેન્નઈથી બેંગલુરુ અને પોંડિચેરીથી તિરુવનંતપુરમ સુધી વરસાદ ખાબકી રહ્યો છે. પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યા છે. હજુ આગામી 2 થી 3 દિવસમાં ઉત્તરી તમિલનાડુ, તટીય આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : વાવાઝોડું બનશે સાથે ભારે પવન અને વરસાદ થશે? અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી

આગામી 24 કલાકમાં વરસાદ – Cyclone Dana

હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી 24 કલાક દરમિયાન રાયલસીમા, ઉત્તર તમિલનાડુ, કર્ણાટક અને કેરળમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. કેરળ, તેલંગાણા, તટીય ઓડિશા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડના ભાગો, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સિક્કિમ, પૂર્વોત્તર ભારત, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, વિદર્ભ અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે.

આ પણ વાચો : રાજ્યમાં ફરી એક વખત વરસાદની તીવ્રતા વધશે? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની નવી આગાહી

માછીમારો માટે એલર્ટ અપાયું

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, બંગાળની ખાડીમાં ઉદ્દભવેલુ લો પ્રેશરનું વાવાઝોડું ભારતીય ક્ષેત્રને પાર કરીને અરબી સમુદ્રમાં પહોંચી ગયું છે. જેના કારણે કિનારાથી દૂર અરબી સમુદ્રમાં હલચલ થઈ છે. માછીમારોને અરબી સમુદ્રમાં માછીમારી કે અન્ય પ્રવૃત્તિઓ માટે ન જવાની સૂચના આપવામાં આવી છે.

Cyclone Dana

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે?

બંગાળની ખાડીમાં ફરી વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે. આ વખતે તેનું નામ Dana છે. ચક્રવાત Dana ને લઈને એલર્ટ જારી કરવામાં આવી રહ્યું છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment