heavy rain : ગુજરાતના ઘણા વિસ્તારોમાં આજે પણ છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. અગાઉના દિવસો કરતાં આજે વરસાદનું જોર ઘટતું જોવા મળશે. જોકે, વરસાદનું જોર ઘટવા છતાં જોખમ યથાવત રહી શકે છે. કેમ કે, બંગાળની ખાડીની સિસ્ટમ વધુ મજબૂત બની રહી છે. બંગાળની ખાડીમાં વેલમાર્ક લો-પ્રેશર સક્રિય થયું છે. બંગાળની ખાડીની સિસ્ટમ વધુ મજબૂત મોડમાં આવી શકે છે. જ્યારે તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટકમાં એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાચો : રાજ્યમાં 2 દિવસ છૂટાછવાયો વરસાદ પડશે! જાણો હવામાન વિભાગની મોટી આગાહી
3 દિવસ બાદ ફરી વરસાદનું જોર વધશે! – heavy rain
બીજી તરફ, અરબ સાગરની સિસ્ટમ સાથે ખાડીની સિસ્ટમ ભેગી થઈ શકે છે. તે સિસ્ટમ અરબ સાગરમાં આવીને ખૂબ મજબૂત બને તેવી શક્યતા છે. અરબ સાગરમાં આવ્યા બાદ વાવાઝોડું બનવાની પણ સંભાવના છે. આવામાં 3 દિવસ બાદ ફરી વરસાદનું જોર વધવાની શક્યતા છે.
છેલ્લા 4-5 દિવસમાં જેટલો વરસાદ વરસ્યો એના કરતાં આજે વરસાદનું જોર ઘટશે. બે-પાંચ સ્થળોને બાદ કરતાં પ્રમાણમાં હળવો વરસાદ પડી શકે છે. જોકે, આજે બીજી તરફ ખેડૂતોની ચિંતા બંગાળની ખાડીની નવી સિસ્ટમ વધારી રહી છે. બંગાળની ખાડીમાં જે લો-પ્રેશરલ સર્જાયું હતું તે હવે વધુ મજબૂત બનીને વેલમાર્ક લો-પ્રેશર સક્રિય થાય રહ્યું છે. આટલેથી ન અટકતાં આ સિસ્ટમ ડિપ્રેશન કે તેનાથી પણ વધુ મજબૂત બનવાની શક્યતા છે.
આ પણ વાચો : વાવાઝોડું બનશે સાથે ભારે પવન અને વરસાદ થશે? અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી
આ સિસ્ટમની અસર 3 થી 4 દિવસ બાદ ગુજરાત પર થઈ શકે છે. જોકે, આ એક શક્યતા છે. હાલ આ સિસ્ટમના કારણે તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટકમાં વરસાદનું એલર્ટ આપવામાં આવેલ છે. બીજી જોખમી વાત એ છે કે, બંગાળની ખાડીની આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને 3 દિવસ બાદ અરબ સાગરમાં આવી શકે છે.
આ સિસ્ટમ મીની વાવાઝોડું બની શકે? – heavy rain
અરબ સાગરમાં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ શકે છે. જેની સાથે બંગાળની ખાડીની સિસ્ટમ મર્ઝ થઈ શકે છે. મર્ઝ થયા બાદ આ સિસ્ટમ તીવ્ર બને તેવી સંભાવના છે. આશંકા એવી પણ છે કે, આ સિસ્ટમ મીની વાવાઝોડું પણ બની શકે છે. જોકે, હાલ આ માત્ર શક્યતા ગણાવી. સત્તાવાર રીતે આવી કોઈ જાહેરાત નથી કરાઈ. પરંતુ વિવિધ વેધર મોડલ અને સમુદ્રી તાપમાનને જોતાં સિસ્ટમ મજબૂત બનવાની આશંકા સેવાઈ રહી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
અરબ સાગરમાં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે. જેની સાથે બંગાળની ખાડીની સિસ્ટમ મર્ઝ થશે. મર્ઝ થયા બાદ આ સિસ્ટમ તીવ્ર બની શકે છે. આશંકા એવી પણ છે કે, આ સિસ્ટમ હળવું વાવાઝોડું પણ બની શકે છે. જોકે, હાલ આ માત્ર શક્યતા છે. સત્તાવાર રીતે આવી કોઈ જાહેરાત નથી કરાઈ.