અંબાલાલ પટેલની આગાહી
ambalal patel predict : રાજયમાં નવેમ્બર મહિનામાં હવામાનમાં કેટલાક ફેરફાર આવવાની શકયતાઓ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. તેમણે નવેમ્બર તથા ડિસેમ્બર મહિનામાં રાજયનું હવામાન કેવું રહેવાનું છે તે અંગેની શકયતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તેમણે હવાનું હળવું દબાણ ઉભું થવાની સંભાવના પણ વ્યક્ત કરી છે.
ચક્રવાત સર્જવાની સંભાવના
અંબાલાલ પટેલે તારીખ 14થી 16 દરમિયાન હવાનું હળવું દબાણ ઉભું થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ પછી તારીખ 16 નવેમ્બર થી ડિસેમ્બર સુધીમાં ભારે ચક્રવાત સર્જવાની પણ સંભાવના ઓ વ્યક્ત કરી છે. આ કારણે ગુજરાતના હવામાન ને પણ તેની અસર થવાની શક્યતાઓ અંબાલાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
શુંં કપાસના ભાવ 2000 થશે? ખેડુતોની દિવાળી સુઘરશે? જાણો આજના તમામ બજારોના ભાવ
દિવાળી માં કેવુ વાતાવરણ રહેશે?
દિવાળીના તહેવારો દરમિયાનના હવામાન અંગે વાત કરીને અંબાલાલ પટેલ જણાવે છે કે, અરબ સાગરનો ભેજ આવી શકે છે, આ સાથે એક પછી એક પશ્ચિમ વિક્ષોભ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) આવતા રહેશે. ડિસેમ્બર માસથી પશ્ચિમ વિક્ષોભની અસર વધી જશે. જેના લીધે વાદળવાયુ ની અસર વધારે થશે, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનો ઠંડા રહેવાની આગાહી પણ તેઓ કરી રહ્યા છે.
ખેડુતો માટે અંબાલાલે આપી મહત્વની અપડેટ
ambalal patel predict : 15મી નવેમ્બરની આસપાસ ઘઉં અને અન્ય શિયાળુ પાક માટે પોષક હવામાન રહી શકે છે, ડિસેમ્બર માસમાં પણ ઘઉંની વાવણી કરતી હોય છે. દિવાળી પહેલા સવારે અને સાંજે ઠંડક વળશે, જોકે, બપોરના સમયે મહત્તમ તાપમાન ઊંચું રહી શકે છે. જોકે, એકંદરે ઘઉંના પાક માટે મધ્યમ હવામાન રહી શકે છે.