heavy rain : ઉત્તર ગુજરાત અને તેની સાથે સંકળાયેલા દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર બનેલુ ડિપ્રેશન પશ્ચિમ દિશામાં આગળ વધીને ડીપ ડીપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. જેના પગલે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાનો રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ગઇકાલથી રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે આજે પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

આજે અતિભારે વરસાદની આગાહી
8 સપ્ટેમ્બરના રોજ કચ્છ, પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, અમદાવાદ, જામનગર, મોરબી, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, વડોદરા, ભરૂચ, સુરત, ભાવનગર, આણંદ અને ખેડા સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
આ પણ વાચો : પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર 2025 : કયું વાહન? કેટલો વરસાદ? જાણો લોકવાયકા અને વરસાદના યોગ
આવતીકાલે ભારે વરસાદની આગાહી
9 સપ્ટેમ્બરના રોજ કચ્છ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા રહેલી છે.જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, તાપી, ખેડા, આણંદ, નવસારી, રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી, અમરેલી અને ભાવનગર સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |