મિત્રો ગુજરાતમાં ચોમાસાની વિદાય ઘણા દિવસોથી થઈ ગઈ છે. હવે ચોમાસા બાદના પ્રથમ માવઠું આવી રહ્યું છે.જે 13-14 તારીખથી આવનારા વેસ્ટન ડીસ્ટ ડિસ્ટર્બન્સ ને કારણે માવઠું આવશે. જે સીધું ગુજરાતને અસર કરતા રહેશે નહીં. પરંતુ ગુજરાતના વાતાવરણને સામાન્ય અસ્થિર બનાવે તેવી શક્યતા છે.
13 થી 16 તારીખમાં તારીખમાં વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે અને અમુક છુટા છવાયા સીમિત વિસ્તારોમાં છાંટા છૂટી થી હળવો મધ્યમ કમોસમી વરસાદની શક્યતા રહેશે. આ માવઠું કોઈ મોટી અસર વાળું કે ઝાઝા વિસ્તાર વાળુ નથી. સામાન્ય હળવું મધ્યમ માવઠું જોવા મળે તેવી શક્યતા છે. જેનો વિસ્તાર પણ ઓછો રહેશે.
જો અલનીનોની અસર થઇ તો શું થશે? અંબાલાલ પટેલે ઘઉંની ખેતી કરતાં ખેડૂતોને ચેતવ્યા!
ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની શક્યતા?
પ્રથમ માવઠાની આગાહી : મુખ્યત્વે આ માવઠાની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રહે તેવી શક્યતા છે.ખાસ કરીને સૌરાષ્ટ્રમાં માવઠાની અસર રહેશે. જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ તથા તેને લાગુ રાજકોટ, જુનાગઢ અને બોટાદ જિલ્લાના ભાગો બાજુ છુટા છવાયા અમુક વિસ્તારોમાં વધુ અસર જોવા મળી શકે છે. જ્યારે બીજા જિલ્લાઓમાં છૂટક એકલ-દોકલ વિસ્તારમાં થોડો ઘણો વરસાદ આવી જાય તેવી શક્યતા છે. વધુ જાજા વિસ્તારમાં ખાસ શક્યતા નથી.
જ્યારે દક્ષિણ ગુજરાત ના વિસ્તારોમાં પણ છુટા છવાય વિસ્તારોમાં માવઠાની અસર રહેશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છમાં અમુક એકલ-દોકલ વિસ્તારોમાં અસર થઈ શકે. વધુ ખાસ કાંઈ જોવા મળશે નહિ. એટલે કે અમુક ટૂંકા સીમિત વિસ્તારમાં સામાન્ય માવઠું જોવા મળશે.
શું વાવાઝોડુ આવશે?
અરબી સમુદ્રના વાવાઝોડાની વાત કરીએ તો આગાહી બાદના સમય અરબી સમુદ્રમાં હલનચલન જોવા મળશે. પણ આ અરબી સમુદ્ર છે. એ શું કરશે એ અગાઉથી કંઈ નક્કી ના કહી શકાય. એ વારંવાર જણાવ્યું છે. એટલે અગાઉથી કોઈ ડરાવે તો ડરવું નહીં. કેમકે સમુદ્રમાં કઈ જગ્યાએ સિસ્ટમ બને તેના પર તેનો રૂટ ને એ નક્કી થતું હોય. એટલે હજુ સિસ્ટમ બનશે કે નહીં એ ફાઇનલ થાય અને કઈ જગ્યાએ બને એ ફાઇનલ થાય પછી ખ્યાલ આવે. એટલા માટે ડરવું નહીં. જે કંઈ પણ હશે એ અપડેટ આગળ તમને મળી રહેશે. તેથી નીચે આપેલી Whatsapp બટન ઉપર ક્લિક કરી Whatsapp ગ્રુપમાં જોડાઈ જાઓ.
1 thought on “પ્રથમ માવઠાની આગાહી: 13 થી 16 તારીખ સુધીની આગાહી, વાવાઝોડાની આગાહી”